FIFA World Cup: જર્મની હોય કે આર્જેન્ટિના આ વખતે દરેક ટીમનો પરસેવો છૂટી ગયો, જાણો 5 મોટી ઉથલપાથલ વિશે
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Dec 02, 2022 | 12:29 PM
ચાહકોને ફીફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup)ના ગ્રુપ રાઉન્ડમાં જ ઘણી રોમાંચક મેચો જોવા મળી છે. આ મેચોમાં ઘણી મોટી ટીમો ઉલટફેરનો શિકાર બનતી જોવા મળી હતી.
ફિફા વર્લ્ડકપ 2022ના ગ્રુપ રાઉન્ડની મેચ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. અત્યારસુધી અનેક મોટી ઉથલપાથલ જોવા મળી છે પરંતુ સૌથી મોટી ઉથલપાથલ જર્મનીના ફર્સ્ટ રાઉન્ડથી બહાર થવા પર જોવા મળી હતી. જર્મનીને બહાર થવું પડ્યુ કારણ કે, જાપાને સ્પેનને હરાવી દુનિયાને ચોંકાવી દીધું હતુ. જાપાન સામે હાર્યા બાદ સ્પેન નોકઆઉટમાં પહોંચી ગયું છે. જર્મની અને સ્પેનના સરખા અંક હતા પરંતુ ગોલના મોટા અંતરનો ફાયદો સ્પેનને મળ્યો છે.
1 / 5
ફિફા વર્લ્ડકપનો બીજી ઉથલપાથલ આર્જેન્ટીના વિરુદ્ધ જોવા મળી હતી. ગ્રુપ સ્ટેજની પ્રથમ 2 મેચમાં લિયોનલ મેસ્સીની કેપ્ટનશીપ વાળી આર્જેન્ટિનાને સાઉદી અરબ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.
2 / 5
જર્મનીને આ પહેલા ગ્રુપ સ્ટેજમાં પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેને જાપાનના હાથે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.
3 / 5
ચેમ્પિયન ફ્રાન્સ પણ ઉથલપાથલનો શિકાર બની હતી. તેને ટ્યુનીશિયા વિરુદ્ધ 1-0 માત મળી જેનાથી તેને આગળના રાઉન્ડમાં જવાની આશા પર પાણી ફરી વળ્યું હતુ.
4 / 5
બેલ્જિયમને પણ મોરક્કો વિરુદ્ધ હારની આશા ન હતી પરંતુ તેણે 2-0થી હાર મળી. જેનાથી મોરક્કોને સોથી મોટી જીત માનવામાં આવી રહી છે.