Gujarati News » Photo gallery » Sports photos » Argentina Trophy Parade Lionel Messi led Argentina team receive rousing welcome on return back home after winning World Cup
Argentina Trophy Parade: મેસ્સીની ચેમ્પિયન ટીમનું આર્જેન્ટિનામાં થયુ ભવ્ય સ્વાગત, ખેલાડીઓ અને ફેન્સે કરી જીતની ઊજવણી
આર્જેન્ટિનાની ધરતી પર થયેલી આ ભવ્ય ઊજવણીના વીડિયો અને ફોટોસ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. કતારના લુસેલ સ્ટેડિયમમાં ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ સામે આર્જેન્ટિનાની ટીમે રોમાંચક જીત મેળવી હતી.
કતારના લુસેલ સ્ટેડિયમમાં ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ સામે આર્જેન્ટિનાની ટીમે રોમાંચક જીત મેળવી હતી. ત્રીજીવાર ચેમ્પિયન બન્યા બાદ આર્જેન્ટિના ટીમે કતારના દોહાના રસ્તાઓ પર ટ્રોફી પરેડ કરી હતી. કતારની સરકારે વિજેતા ટીમ માટે ભવ્ય પરેડનું આયોજન કર્યુ હતુ. આર્જેન્ટિનાના ખેલાડીઓએ બસમાંથી ફેન્સનું અભિવાદન કરી રહ્યા હતા.
1 / 6
કતારથી આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડકપ ટ્રોફી સાથે સ્વદેશની ધરતી આર્જેન્ટિના પહોંચી હતી. જયાં તેમના ફેન્સ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
2 / 6
આર્જેન્ટિનાના ખેલાડીઓવાળી ખાસ બસ ફેન્સના જનસાગરમાંથી પસાર થઈ રહી હતી. ખેલાડીઓ અને ફેન્સના ચેહરા પર 36 વર્ષ પછીની જીતનો ઉત્સાહ અને ખુશી પ્રત્યક્ષ થઈ રહી હતી.
3 / 6
મેસ્સી સહિત આખી આર્જેન્ટિના ફૂટબોલ ટીમને તેમના ફેન્સે વધાવી લીધા હતા.
4 / 6
કેટલાક ખેલાડીઓના ચહેરા પર જીતની ખુશી અને ફેન્સના પ્રેમના કારણે ભાવુકતા જોવા મળી રહી હતી.
5 / 6
આર્જેન્ટિનાની ધરતી પર થયેલી આ ભવ્ય ઊજવણીના વીડિયો અને ફોટોસ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે.