AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને એક વાર ભૂતનો અનુભવ થઈ ગયો હતો. આ વાત ખુદ દાદા જ કહી ચૂક્યા છે. ગાંગુલીએ દાદાગીરી કાર્યક્રમ હોસ્ટ કરતી વખતે એક કટેસ્ટેંટને કહાની સંભળાવી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઈયાન બોથમે પણ ગાંગુલીના અનુભવનો ખુલાસો કર્યો હતો.

Avnish Goswami
| Edited By: | Updated on: Dec 09, 2023 | 11:41 AM
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હોવા સમયે જ સૌરવ ગાંગુલીને ભૂતનો અનુભવ થયો હતો. આ વાતનો ખુલાસો આમ તો ઈયાન બોથમે લખેલી તેમની એક બુકમાં કરવામાં આવ્યો હતો. ગાંગુલીએ ટીવી શો દાદાગીરી ને હોસ્ટ કરવા દરમિયાન પણ કહી સંભળાવ્યો હતો.

1 / 7
હવે તમને એ સવાલ થતો હશે કે, દાદાને વળી ભૂત ક્યાં મળ્યુ હશે. પણ દાદાએ વર્ણવેલી વાત મુજબ તેમને ઈંગ્લેન્ડમાં ભૂતનો અનુભવ થયો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલીન કેપ્ટન ગાંગુલીને હોટલના રુમમાં આ અનુભવ થયો હતો.

2 / 7
ગાંગુલીએ બતાવ્યુ હતુ કે, વર્ષ 2002માં જ્યારે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન લુમલી કૈસલ હોટલમાં રોકાઈ હતી, ત્યારે તેમને આ અનુભવ થયો હતો.

3 / 7
દાદાએ બતાવ્યુ કે, હોટલના એ રુમમાં તે એકલા લાઈટો બંધ કરીને સુઈ રહ્યા હતા ત્યાંરે બાથરુમના નળ શરુ હોવાનો અવાજ સંભાળાયો હતો. સામાન્ય રુપે જ નળ ખુલ્લો હોવાનુ માનીને તે ઉઠીને નળને બંધ કરી દીધો હતો.

4 / 7
જોકે નળ બંધ કરવા છતાં પણ ફરીથી બાથરુમમાં નળથી પાણી પડવાનો અવાજ આવતો રહ્યો હતો. આવુ ત્રણ ચાર વાર થવાથી તેઓની ગભરામણ વધી ગઈ હતી અને આમ કરતા સવાર પડી ગઈ હતી. ગાંગુલીએ રિસેપ્શન પર પણ કોલ કર્યો હતો અને નળને લઈ કહ્યુ હતુ, જેમાં તેમને વળતો જવાબ મળ્યો હતો કે, પાણીના વધારે પ્રેશરને કારણે આમ થયુ હશે.

5 / 7
સવારે નાસ્તો કરી રહ્યો હતો ત્યારે ડ્યુટી મેનેજરે કહ્યુ હતુ કે, સર શું હું આપનો રુમ બદલી શકુ છું? તો મેં કહ્યુ કેમ આ સરસ વિશાળ છે. મને અન્ય રુમની જરુર નથી. ત્યારે તેણે જણાવ્યુ કે, આ રુમ અમે કોઈને આપતા નથી. વાસ્તવમાં હોટલ હાઉસફુલ હોવાને લઈ અન્ય શ્યૂટ રુમ આવો વિશાળ ખાલી નહીં હોવાને લઈ આપને આપ્યો હતો. જેમાં એક ટીમ બેઠક થઈ શકે એમ હતો. જે એક કેપ્ટનના રુપમાં આપને જરુર હોઈ શકે છે.

6 / 7
આગળ ગાંગુલીએ બતાવ્યુ કે, તેમને કહેવામાં આવ્યુ હતુ કે, આ જગ્યાના માલીકનુ અહીં 14 વર્ષ અગાઉ મોત થયુ હતુ. આ સાંભળી મે તેની સામે જોયુ અને થયુ કે, કેટલો મૂર્ખ વ્યક્તિ છે. અહીં પ્રેતાત્મા હોવાનુ જાણવા છતાં કોઈને રહેવા માટે આપ્યો હતો.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">