AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver : હાઇ રિટર્નની આશા પર પાણી ફેરવાયું ! શું તમે પણ ‘Silver ETF’માં રોકાણ કર્યું છે ? રોકાણકારોને એક જ દિવસમાં થયું નોંધપાત્ર નુકસાન

છેલ્લા ઘણા મહિનાઓથી ચાંદી અને ચાંદીના ETF એ રોકાણકારોને મજબૂત રિટર્ન આપ્યું છે. એવામાં જો તમે પણ ચાંદીના ભાવમાં વધારો અને હાઇ રિટર્નની આશામાં 'Silver ETF'માં રોકાણ કર્યું છે, તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.

| Updated on: Oct 22, 2025 | 4:43 PM
Share
છેલ્લા ઘણા મહિનાઓથી ચાંદી અને ચાંદીના ETF એ રોકાણકારોને મજબૂત રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં ઘણા ફંડ્સ એવા છે કે, 65 થી 70 ટકા સુધીનો નફો આપ્યો, જેના કારણે રોકાણકારોનો રસ સતત વધતો ગયો. જો કે, 20 ઓક્ટોબરના રોજ સોમવારે દિવાળીના દિવસે ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળતા રોકાણકારો ચોંકી ગયા.

1 / 7
ચાંદીના ETF એક જ દિવસમાં 7% સુધી ઘટ્યા, જેના કારણે ઘણા રોકાણકારોને નુકસાન થયું. આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો વધતો પુરવઠો હતો. વૈશ્વિક બજારમાં ચાંદીની ફિઝિકલ અછતને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાંદીમાં ભાવ સતત વધી રહ્યા હતા, જે ઓક્ટોબરની શરૂઆતમાં પ્રતિ ઔંસ $40 થી વધુ પહોંચી ગયા હતા. અમેરિકા અને અન્ય દેશોમાં વેપાર તણાવ ઓછો થયો, જેના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગમાં ઘટાડો થયો.

2 / 7
 આ પરિણામે 17 ઓક્ટોબરના રોજ યુએસ બજારમાં ચાંદીના ભાવમાં 6% થી વધુનો ઘટાડો થયો, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા અનુસાર, ભારતમાં ચાંદીના ભાવ ₹1,71,275 પ્રતિ કિલોથી ઘટીને ₹1,60,100 થયા.

3 / 7
આ ઘટાડાથી ચાંદીના ETF પર પણ અસર પડી છે. Ace MF ના ડેટા અનુસાર, 20 ઓક્ટોબરના રોજ લગભગ તમામ ચાંદીના ETF માં 7% સુધીનો ઘટાડો થયો હતો. નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF (SilverBees) 6.94%, ICICI Prudential Silver ETF 6.96% અને Axis Silver ETF 6.93% ઘટ્યો. ઊંચા ભાવે ખરીદી કરનારા રોકાણકારોને એક જ દિવસમાં નોંધપાત્ર નુકસાન થયું છે, તેવું કહી શકાય.

4 / 7
ચાંદીના ETF તેમની અસલી વેલ્યૂ (iNAV) કરતા 10 થી 13 ટકા વધુ ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. જો કે, હવે ભાવ ઘટાડા સાથે કેટલાક ફંડ તેમની અસલી વેલ્યૂથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, નિપ્પોન સિલ્વરબીઝનો iNAV ₹152 છે, જ્યારે તેની ટ્રેડિંગ કિંમત ₹148.79 છે. આવી જ રીતે, ICICI Prudential Silver ETFનો iNAV ₹164.79 છે અને ટ્રેડિંગ કિંમત ₹153.68 છે. આ પરથી કહી શકાય કે, બજાર હવે સામાન્ય સ્થિતિમાં પાછું ફરી રહ્યું છે.

5 / 7
નોંધનીય છે કે, જ્યારે ચાંદીના ETF ખૂબ મોંઘા થઈ ગયા, ત્યારે કોટક, SBI, UTI, ટાટા, ICICI પ્રુડેન્શિયલ અને HDFC જેવા ઘણા મોટા મ્યુચ્યુઅલ ફંડ્સે તેમના ફંડ ઓફ ફંડમાં નવી ખરીદી બંધ કરી દીધી. જો કે, હવે કિંમતો સમાન થઈ રહી છે અને આ ફંડ્સ ફરીથી સક્રિય થવાની શક્યતા છે. આનો અર્થ એ થઈ શકે છે કે, બજારમાં ખરીદીનો રસ ધીમે ધીમે વધી શકે છે, જેનાથી રોકાણકારો માટે એક નવી તક ઊભી થશે.

6 / 7
એકંદરે દિવાળી પછી ચાંદીએ તેની ચમક ગુમાવી દીધી છે પરંતુ આ ઘટાડો લાંબાગાળાના દૃષ્ટિકોણ ધરાવતા રોકાણકારો માટે સારી તક સાબિત થઈ શકે છે. ઇંડસ્ટ્રિયલ, ઇલેક્ટ્રિક વાહનો અને સોલર એનર્જી જેવા ક્ષેત્રોમાં ચાંદીની માંગ મજબૂત રહે છે. આવી સ્થિતિમાં, જો કોઈ રોકાણકાર સમજદારીપૂર્વક આગળ વધે, તો આગામી મહિનાઓમાં ચાંદીના ETF ફરીથી ચમકી શકે છે.

7 / 7

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">