AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: હજ્જારો વૃક્ષોની લીલીછમ વનરાજીથી ધરાવતુ અનોખુ ગામ, પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભૂત ખજાનો

સાબરકાંઠા જિલ્લામાં એક ગામ એવુ છે, જયાં ગામના લોકોનો વૃક્ષો પ્રત્યે અનોખો પ્રેમ છે. ગામમાં 50 હજારથી વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે, હવે વધુ 10 હજાર વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યુ છે.

| Updated on: Aug 09, 2023 | 9:15 PM
Share
સાબરકાંઠા જિલ્લામાં  એક ગામ એવુ છે, જયાં ગામના લોકોનો વૃક્ષો પ્રત્યે અનોખો પ્રેમ છે. આ ગામના લોકો વર્ષે દહાડે પાંચ થી આઠ હજાર વૃક્ષો નવા ઉછેરતા રહે છે અને જેને લઈ હવે ગામમાં ખૂબ જ વનરાજી લહેરાઈ રહી છે. ગામમાં 50 હજારથી વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે, હવે વધુ 10 હજાર વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યુ છે. પ્રાંતિજના ઘડી ગામના લોકોમાં વર્ષોથી વૃક્ષ ઉછેરની પરંપરા રહી હોય એમ પેઢી દર પેઢી વૃક્ષોનુ વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.

1 / 6
ઘડી ગામ વિસ્તારમાં સાડા પાંચસો એકર વિસ્તારમાં ગૌચરની જમીન આવેલી છે. જેમાંથી 200 એકર જમીનમાં વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. વર્ષો જૂના આંબા અને જાંબુ સહિતના અનેક વૃક્ષો વર્ષો જૂના ઉછેરવામાં આવ્યા છે. જૂના અને વિશાળ વૃક્ષોને લઈ ગામ પ્રાકૃતિક રુપે સુંદર દેખાઈ રહ્યુ છે.

2 / 6
ઘડી ગામ વિસ્તારમાં 50 હજારથી વધારે વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. જેને લઈ ગામની આસપાસનુ પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠ્યુ છે. વિસ્તારમાં ફળાઉ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. જે ફળમાંથી ગામને વર્ષે દહાડે લાખો રુપિયાની આવક થઈ રહી છે.

3 / 6
ગ્રામ પંચાયત દ્વારા ફળાઉ વૃક્ષોના ફળને સિઝન મુજબ હરાજી કરીને આપવામાં આવે છે, તો નિલગીરી અને અરડૂસા જેવા વૃક્ષોના લાકડાને પણ વેચીને ગ્રામ પંચાયત આવક રળી રહ્યુ છે. આમ ગામ દ્વારા વૃક્ષોનો ઉછેર કરવા સાથે આવક રળી આપતા વૃક્ષોથી મોટી આવકની કમાણી રાજયના વનવિભાગની યોજનાઓ થકી કરી રહ્યુ છે.

4 / 6
વનવિભાગ દ્વારા રાજ્ય સરકારની યોજનાઓની સાથે ગામમાં વૃક્ષોનો ઉછેર ગામની ગૌચર અને પડતર જમીનમાં કરવામાં આવી રહ્યો છે. લગભગ 35 હજાર વૃક્ષોનો ઉછેર વનવિભાગની યોજના હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી ગામની પ્રાકૃતિક સુંદરતા વધવા સાથે આવક પણ થઈ રહી છે.

5 / 6
વનવિભાગના પ્રિયંકા પટેલ કહે છે, કે આ ગામે વિસ્તારમાં અદ્ભૂત ઉદાહરણ પુરુ પાડ્યુ છે અને પ્રોત્સાહન અન્ય ગામોને આપ્યુ છે. ગામના અગ્રણી કૌશિક સુથાર કહે છે કે, આનાથી ગામના લોકોને તાજા ફળ મળવા સાથે ગ્રામ પંચાયતને પણ વિકાસ માટે મોટી આવક ફળાઉ વૃક્ષોથી થઈ છે. આસપાસના અનેક ગામડાના લોકો પણ મુલાકાત લે છે અને પ્રેરણા મેળવે છે. ગામનુ વાતાવરણ વૃક્ષોને લઈ ખૂબ જ સુંદર અને શુદ્ધ હવા ધરાવતુ રહે છે.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">