PM Modi Birthday : અમદાવાદના યુવાને PM મોદીના જન્મદિવસને લઈ તૈયાર કરી અનોખી ભેટ, ખીલી માંથી બનાવી મોદીની તસવીર, જુઓ PHOTOS
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા હોય છે. બીજી તરફ કેટલાક લોકો મોદીના જન્મદિવસ પર અનેક ભેટ આપતા હોય છે. આ વચ્ચે અમદાવાદમાં રહેતા એક મુસ્લિમ યુવાન સલીમ શેખે વડાપ્રધાનને આપવા અનોખી ભેટ તૈયાર કરી છે. સલીમ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની લાગણી તેના આર્ટમાં વ્યક્ત કરી એક ચિત્ર બનાવ્યું છે.

અમદાવાદના સલીમ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેઓને ભેટ આપવા માટે 3x3 નો ફોટો તૈયાર કર્યો છે અને તે પણ 3200 સ્ક્રુ માંથી આ ફેસ તૈયાર કરવામાં આવ્યો છે. જે ફેસ ફોટો 20 દિવસની સતત મહેનત કર્યા બાદ સલીમ શેખે દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

સલીમ શેખે એપ્રિલ મહિનામાં ફોટો તૈયાર કર્યો. જે હવે વડપ્રધાનને જન્મ દિવસ નિમિતે ભેટમાં આપશે. સલીમ શેખ એક સામાન્ય પરિવારથી છે અને વિશાલા વિસ્તારમાં રહે છે.

સલીમ શેખ અને તેના પિતા ચાવી બનાવવાનું કામ કરે છે. પરંતુ 2011માં તેણે કઈક નવું કરવાની ઈચ્છા સાથે માચીસ માંથી ખુરશી બનાવી અને ત્યારથી તેનું જીવન બદલાઈ ગયું. અને ત્યારથી સલીમ શેખની અલગ દુનિયા શરૂ થઈ. જેણે અત્યાર સુધી 100 થી વધુ કલા કૃતિ બનાવી છે.

સલિમે માચીસ માંથી કાર બનાવી, પેન્સિલ ચેઇન બનાવી, પેન્સિલ માંથી abcd બનાવી. માચીસમાં abcd બનાવી, ઈંડા પર 100 ફ્લેગ અને 1 હજાર હોલ કંડાર્યા. પેન્સિલ પર સૌથી નાના સરદાર પટેલ સહિત અનેક કૃતિ બનાવી. જે કૃતિઓમાં માચીસ માંથી બનાવેલ તાજમહલમાં તેને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ 2012 માં મળ્યો હતો અને હવે તેઓએ 3200 સ્ક્રુમાંથી નરેન્દ્ર મોદીનો ફેસ બનાવી અલગ કલા રજૂ કરી અને હજુ પણ તે નવા રેકોર્ડ બનાવવામાં લાગ્યા છે.

સલીમ શેખ મધ્યમ વર્ગીય છે. માટે તેઓએ તેમના જીવન માં ઘણા ઉતાર ચઢાવ પણ જોયા. અને તેમાંથી કઈક નવુ કરવા અને નામ બને માટે તેઓએ આ કલાકૃતિ બનાવવાનું શરૂ કર્યું. જે કૃતિઓ બનાવવા માટે ખાસ એકાગ્રતા ની જરૂર હોય છે.

સલીમ શેખ બહુ અભિયાસી નથી પણ જીવનના સંઘર્ષએ તેઓને ઘણું શીખવાડ્યું, અને તેમાંથી તેઓ આટલા આગળ વધ્યા છે અને હજુ પણ કઈક મોટું કરવાની ચાહન ધરાવે છે. જે સલીમ શેખ અન્ય લોકોને પણ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.