દર્શલ રાવલએ પત્રકારત્વની શરૂઆત ટીવી9 સાથે કરી છે. 12 વર્ષનો ફિલ્ડ રીપોર્ટીંગનો તેઓ બહોળો અનુભવ ધરાવે છે. પ્રજાની રોજબરોજની સમસ્યાઓ અને વહિવટી તંત્રની સમસ્યાઓને ઉજાગર કરી તેનો ઉકેલ સુધી લઈ જવી એ તેમનો રસનો વિષય છે. હવામાન, રેલવે અને એરપોર્ટ વિભાગને લગતી તમામ પ્રકારની માહિતીમાં તેઓ અગ્રેસર હોય છે.
અમદાવાદ: વિશાલાથી પીરાણા જતો શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ, માત્ર નાના વાહનો જ પસાર થઇ શકશે
જો તમે અમદાવાદમાં જુહાપુરાથી પીરાણા તરફ જવાનું વિચારો છો અને તમારી પાસે ભારે વાહન છે તો તમારે થોડા મહિના માટે અંજલિ તરફ થઈ પીરાણા જવાનું રહેશે. કેમ કે વિશાલા થી પીરાણા તરફ જતો બ્રિજ સમારકામ ને લઈને વાહનની અવર જવર માટે સંપૂર્ણ બંધ કરાયો છે. જ્યારે આ સમારકામ દરમિયાન ભારે વાહન સિવાય નાના વાહનો બીજા બ્રિજ પર બને તરફ આવજા કરી શકશે.
- Darshal Raval
- Updated on: Dec 8, 2023
- 4:35 pm
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી વરસાદને લઇને આગાહી, જાણો કયાં વિસ્તારમાં ફરી માવઠું થશે, જુઓ વીડિયો
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
- Darshal Raval
- Updated on: Dec 7, 2023
- 4:13 pm
અમદાવાદઃ માતાએ પ્રેમી સાથે મળી પોતાના જ પુત્રનું કર્યુ અપહરણ, બંનેની ધરપકડ
અમદાવાદમાં પ્રેમી સાથે મળીને માતાએ 4 વર્ષના બાળકનું અપહરણ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. રાણીપ પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરવામાં આવી. પ્રેમી સાથે ઘર સંસાર શરૂ કરીને બાળકને મેળવવા રચયુ હતુ કાવતરૂ. પોલીસે બાળકને સલામત છોડાવીને પિતાને સોંપ્યો. પોલીસે માતા અને તેના પ્રેમીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
- Darshal Raval
- Updated on: Nov 25, 2023
- 5:09 pm
વસ્ત્રાલમાં સિક્યુરિટી ગાર્ડ પર રિક્ષા ચડાવી દઈ મોત નિપજાવનાર ઝડપાયો, ક્રૂરતા પૂર્વક કચડતાં મોત નિપજ્યું
વસ્ત્રાલમાં એક સિક્યુરીટી ગાર્ડને પ્રમાણિકતાથી કામ કરવાની મળી સજા. સોસાયટીમાં પ્રવેશ કરતા રિક્ષા ચાલકને સિક્યોરિટી ગાર્ડ અટકાવી એન્ટ્રી કરવાનું કહેતા રીક્ષા ચાલકે સિક્યુરીટી ગાર્ડ પર રિક્ષા જ ચડાવી દઈને ક્રૂરતા પૂર્વકનો હુમલો કર્યો હતો. જે બાદ સારવાર દરમિયાન સિક્યુરીટી ગાર્ડનું મોત થતા રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
- Darshal Raval
- Updated on: Nov 25, 2023
- 5:08 pm
રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ શખ્શોની પૂછપરછ કરી તો નકલી પોલીસનો ભેદ ઉકેલાયો
રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતીએ દરમિયાન શંકા આધારે પોલીસે બે શખ્સોને રોકીને પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી. તો બંને શખ્સોની પૂછપરછમાં નકલી પોલીસનો ભેદ ઉકેલાયો. રામોલ પોલીસે બંને શખ્સો સામે નકલી પોલીસનો ગુનો દાખલ કરી બંનેએ આચરેલ ગુના અંગે તપાસ શરુ કરી છે. આમ અમદાવાદમાં વધુ એકવાર નકલી પોલીસની ઘટના સામે આવી છે.
- Darshal Raval
- Updated on: Nov 25, 2023
- 2:36 pm
વીડિયો: વિદેશ પ્રવાસ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે અયોધ્યા જશે, ભગવાન રામની કરશે પૂજા
આજે બપોરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અયોધ્યા પહોંચશે. ત્યાં તેઓ ભગવાન રામની પૂજા કરશે અને બાદમાં રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. આ સાથે જ શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવાયેલી જગ્યા અંગે પણ તેઓ સમીક્ષા કરશે.
- Darshal Raval
- Updated on: Nov 25, 2023
- 2:11 pm
ફૂલ ગુલાબી ઠંડી સાથે લીલા શાકભાજીના સિઝનની શરૂઆત, પરંતુ સામાન્ય લોકોના ખિસ્સા પર પડ્યો ભાર
લીલા શાકભાજી ખાનારાઓની સિઝન આવી ચૂકી છે. પણ હજુ પણ લોકોએ લીલા શાકભાજી ખાવા માટે રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે. કેમ કે હાલમાં જે શિયાળા શાકભાજીના ભાવ હોવા જોઇએ તેના કરતાં ભાવ વધુ છે. જે ભાવ વધારાએ લીલા શાકભાજી આરોગવાની ચાહના રાખનાર લોકોનો સ્વાદ ફિકો પડ્યો છે.
- Darshal Raval
- Updated on: Nov 24, 2023
- 6:16 pm
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીને લઈ સારા સમાચાર, પ્રોજકેટ કોરિડોરમાં 100 કિમી વાયડકટ બનીને તૈયાર
ગુજરાત અને મુંબઇ જોડવા અને પરિવહન સેવા સરળ અને ઝડપી બનાવવા માટે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ લાવવામાં આવ્યો છે. જેનું કામ પુરજોશ ચાલી રહ્યું છે. જે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કોરિડોર માટે 100 કિમીના વાયડક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તેમજ 250 કિલોમીટર પિયર બનાવવાનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તો અન્ય કામ પણ બુલેટ ટ્રેનની ગતિની જેમ આગળ ધપાવાઈ રહ્યું છે.
- Darshal Raval
- Updated on: Nov 24, 2023
- 5:00 pm
બ્રેકિંગ ન્યૂઝ : હેલ્થ ઈન્સ્યોરન્સમાં થશે મોટો ફેરફાર, જાણો વીમા ધારકને કેવો થશે ફાયદો
આગામી 1 વર્ષમાં ઇન્સ્યોરન્સ ક્લેમનું કામ સરળ થઇ થશે.ઇન્સ્યોરન્સને લગતી માહિતીની પત્રિકા લોકલ ભાષામાં લોકોને મળી રહેશે. જેનો એક વર્ષમાં અમલ શરુ થઇ જશે. હાલ ફોર્મ ભરીને ક્લેમ સબમીટ કરવાની પ્રથા છે, તે આગામી સમયમાં બંધ થશે.
- Darshal Raval
- Updated on: Nov 23, 2023
- 3:59 pm
TRB જવાનોને મુક્ત કરવાના આદેશનો અમદાવાદમાં પણ વિરોધ, જુઓ વીડિયો
TRB જવાનોની માગ છે કે તેમની નોકરી ન છીનવવામાં આવે. જો આમ થશે તો તેમની પાછળ તેમના પરિવારો પણ મુશ્કેલીમાં મુકાશે. તો રજૂઆત કરવા આવેલા TRB જવાનો ભાવૂક થતા પણ જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 6,400 હજાર TRB જવાનોને ક્રમશ છૂટા કરવાનો રાજ્ય પોલીસ વડાએ નિર્ણય કર્યો છે.
- Darshal Raval
- Updated on: Nov 22, 2023
- 6:49 pm
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, હજુ વધશે પ્રમાણ, 5 દિવસ બાદ વરસાદની આગાહી
રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. દિવાળીના બાદથી જ સતત ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી પાંચેક દિવસ બાદ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જોકે વરસાદ બાદ ઠંડીનુ જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આ માટે આગાહી કરી છે કે, આગામી સપ્તાહે હવામાન કેવુ રહેશે. નવેમ્બર માસના અંતિમ દિવસોમાં ઠંડીનુ પ્રમાણ વધવા લાગશે એટલે કે ઠંડીનુ જોર વધવા લાગશે.
- Darshal Raval
- Updated on: Nov 20, 2023
- 5:39 pm
વિશ્વકપ 2023 દરમિયાન મેટ્રો મુસાફરી માટે બની પ્રથમ પસંદ, અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવીને વિશ્વ વિજેતા બન્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ ઘર આંગણે હોવાને લઈ અમદાવાદમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં સ્ટેડિયમ તરફ જતા તમામ રસ્તાઓ ક્રિકેટ રસિકોથી ઉભરાતા જોવા મળતા હતા. ટ્રાફિક પણ મુશ્કેલ બન્યો હતો. એટલે જ ક્રિકેટ રસિયાઓએ પોતાના વાહનને બદલે મેટ્રો પર પસંદ ઉતારી હતી.
- Darshal Raval
- Updated on: Nov 20, 2023
- 5:11 pm