PHOTOS : આ ભુલ કરશો તો પલાળેલા ડ્રાય ફ્રુટસ પણ કરી શકે છે નુકસાન
આયુર્વેદ અનુસાર બે મહિના સુધી સુકા મેવા સતત ખાવાથી શરીરમાં પોષક તત્વો વધી શકે છે. જેથી ફાયદાના સ્થાને નુકસાન થવાની શક્યતા રહે છે. સતત ડ્રાય ફ્રુટસ ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઇ શકે છે.ગેસ, એસિડીટી અને અન્ય ઘણા નુકસાન થઇ શકે છે.જેથી તેને ખાવા બંધ કરવા જોઇએ.

ડ્રાય ફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મીનરલ્સ અને ફાયબર હોય છે.જેથી તેને સ્વાસ્થય માટે વરદાનરુપ પણ માનવામાં આવે છે. જો કે તે ક્યારેક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે.

કાજુ, બદામ, અખરોટ સહિત ડ્રાયફ્રુટસને પલાળીને ખાવાના અનેક ફાયદા હોવાનું માનવામાં આવે છે.જો કે ડ્રાય ફ્રુટ્સ ફાયદાના સ્થાને નુકસાન પણ કરી શકે છે.

આયુર્વેદ અનુસાર ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવા સ્વાસ્થ્ય માટે વરદાનરુપ છે. જો કે બે મહિના પછી તેને પલાળીને ખાવા બંધ કરી દેવા જોઇએ.

આયુર્વેદ અનુસાર બે મહિના સુધી સુકા મેવા સતત ખાવાથી શરીરમાં પોષક તત્વો વધી શકે છે. જેથી ફાયદાના સ્થાને નુકસાન થવાની શક્યતા રહે છે. સતત ડ્રાય ફ્રુટસ ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઇ શકે છે.ગેસ, એસિડીટી અને અન્ય ઘણા નુકસાન થઇ શકે છે.જેથી તેને ખાવા બંધ કરવા જોઇએ.

પલાળેલા ડ્રાયફ્રુટ્સ ખાવાનું બંધ કર્યાના 15 દિવસ બાદ તેનું સેવન ફરીથી શરુ કરી શકાય છે.આ રીતે તમે બેલેન્સ કરીને ડ્રાયફ્રુટ્સનું સેવન કરી શકો છો. તમે ઇચ્છો તો ડ્રાયફ્રુટ્સને દુધમાં નાખીને ખાઇ શકો છો અથવા ઓટ્સ અથવા કોઇ સ્મુધીમાં નાખીને પણ ખાઇ શકો છો.