તસવીરો : 600 એકરમાં ફેલાયેલી હતી બાબા રામ રહીમે બનાવડાવેલી ગુફા, જ્યાં ક્ષમાનો અર્થ હતો ‘દુષ્કર્મ’
દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ગુરમીત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવ્યો છે. 4 દિવસ પહેલા જ ગુરમીત રામ રહીમને ફરી એક વાર ફરલો મળી ગયો છે. ગુરમીત રામ રહીમ 25 ઓગસ્ટ 2017થી જેલમાં સજા ભોગવી રહ્યો છે. પીડિતાઓએ આપેલા નિવેદન મુજબ બાબા ગુરમીતે સચ્ચા સૌદાના 600 એકર સંકુલમાં ગુફા બનાવડાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા રામ રહીમ આ ગુફામાં જ રહેતો હતો.

દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ગુરમીત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવ્યો છે. ગુરમીત રામ રહીમ 25 ઓગસ્ટ 2017થી જેલમાં સજા ભોગવી રહ્યો છે. પીડિતાઓએ આપેલા નિવેદન મુજબ બાબા ગુરમીતે સચ્ચા સૌદાના 600 એકર સંકુલમાં ગુફા બનાવડાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા રામ રહીમ આ ગુફામાં જ રહેતો હતો. તે દરરોજ અલગ અલગ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. અહીં પુરુષોના આવવા પર પ્રતિબંધ હતો.

આ ગુફા કોઇ શાહી મહેલથી ઓછી ન હતી. આ ગુફાની અંદર 200થી વધુ સાધ્વીઓ રહેતી હતી. તેમાંથી દરરોજ 30 સાધ્વીઓ બાબાની સેવામાં રહેતી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગુફામાં આવવાનો કોડ વર્ડ હતો. બાબા પોતાની ગુફામાં જે મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરતો હતો, તેને ગુરમીત રામ રહીમ તરફથી મળેલી 'ક્ષમા' કહેવામાં આવતી.

જ્યારે પણ કોઈ મહિલા કે યુવતીને રામ રહીમના ઘરે એટલે કે તેની ગુફામાં મોકલવામાં આવતી ,ત્યારે બાબાના શિષ્યો તેને 'બાબાની માફી' મળી કહેવામાં આવતી.

મોટી વાત તો એ પણ છે કે ગુરમીત રામ રહીમ સિંહના ખાનગી નિવાસસ્થાન જેને ગુફા અથવા તેરાવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો રસ્તો સાધ્વીઓ એટલે કે મહિલા શિષ્યોના હોસ્ટેલ સાથે સીધો જોડાયેલો હતો.