પેટ્રોલ ડીઝલના વધતા ભાવને જોતા આ વાતનું રાખો ધ્યાન, નહીં કરવી પડે માઈલેજની ચિંતા
વાહનમાં ટાયર પ્રેસર યોગ્ય રાખવાથી માઈલેજમાં ખુબ જ ફાયદો થયા છે. વાહનમાં કેટલું ટાયર પ્રેસર રાખવું તે જાણવા માટે વાહન સાથે આવેલી મેન્યૂઅલ બૂકમાં લખેલું હોય છે. સાથે જ ગાડીના દરવાજા પાસે પણ પ્રેસર લખેલું હોય છે તે મુજબ પ્રેસર રાખી શકો છો. ઓછું પ્રેસર રાખવાથી એન્જિન પર દબાણ વધે છે.

પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના પગલે વાહનચાલકોને ઈંધણનો વધતો ખર્ચા ચિંતિત કરતો હોય છે. જો તમે પણ તમારા વાહનની માઈલેજ વધારવા માંગતા હોવ તો આટલી વાતનું ધ્યાન રાખશો તો ચોક્કસ ફાયદો થશે.

ટાયર પ્રેસર: વાહનમાં ટાયર પ્રેસર યોગ્ય રાખવાથી માઈલેજમાં ખુબ જ ફાયદો થયા છે. વાહનમાં કેટલું ટાયર પ્રેસર રાખવું તે જાણવા માટે વાહન સાથે આવેલી મેન્યૂઅલ બૂકમાં લખેલું હોય છે. સાથે જ ગાડીના દરવાજા પાસે પણ પ્રેસર લખેલું હોય છે તે મુજબ પ્રેસર રાખી શકો છો. ઓછું પ્રેસર રાખવાથી એન્જિન પર દબાણ વધે છે જેની સીધી અસર તમારી માઈલેજ પર પડે છે.

એક્સિલેટર અને બ્રેક: વારંવાર એક્સિલેટર કરવાથી એવરેજમાં ઘટાડો આવે છે. તો બીજી તરફ જરૂર વગર વધુ બ્રેક મારવાથી પણ માઈલેજને અસર પડે છે. જેથી બને ત્યાં સુધી વાહનને તરત જ એક્સિલેટર અથવા તો બ્રેક મારવાનું ટાળો.

એન્જિન સ્પીડ: તમારી ગાડીમાં RPM મીટર આપેલું હોય છે. ખાસ ધ્યાન રાખો કે, વાહનના એન્જિનના RPM 2,000 થી વધુ ન થાય. હાઈ RPM અથવા તો લો RPM પર વાહન ચલાવાથી એવરેજમાં અસર પહોંચે છે.

AC: લોકો માને છે કે AC શરૂ રાખવાથી માઈલેજ ઓછી મળે છે. વાત કેટલાક અંશે સાચી છે. પરંતુ એ જાણવું ખાસ જરૂરી છે કે, કેવી પરિસ્થિતિમાં AC ચાલું રાખવાથી માઈલેજમાં ફાયદો થાય છે. વાહન ટ્રાફિકમાં હોય અને તમારા વાહનની સ્પીડ 60 KMથી ઓછી હોય તો AC બંધ કરી વિન્ડો ખુલ્લી રાખીને વાહન ચલાવો તો ફાયદો થશે. પરંતુ વાહનની સ્પીડ 60 KMથી વધુ હોય તો AC શરૂ રાખી વિન્ડો બંધ કરી દેવામાં ફાયદો થાય છે.

કાર સર્વિસ: કારની સર્વિસ કરાવવાથી વાહનના પરફોર્મન્સમાં ફરક પડે છે. જેથી માઈલેજમાં તેની સીધી અસર જોવા મળે છે. તમારી ગાડી વધુ ન ચાલતી હોય તો પણ વર્ષે એક વખત તો સર્વિસ કરાવવી જરૂરી છે. એરફિલ્ટર અને એન્જિન ઓઈલ બદલવાથી પણ ફરક પડે છે.