ઓસ્ટ્રેલિયાની ધરતી પર નીતિશ રેડ્ડીએ એક નહીં, આટલા વિક્રમો સર્જ્યા, જાણો
ભારતીય ટેસ્ટ ક્રિકેટના આશાસ્પદ ઓલરાઉન્ડર ખેલાડી નીતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ફટકારેલી સદીની સાથે ટેસ્ટ ક્રિકેટમાં કેટલાક નવા વિક્રમો રચ્યા છે. જાણો નીતિશ રેડ્ડીએ રચેલા ટેસ્ટ ક્રિકેટના નવા વિક્રમો અંગે.

નીતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામે ફટકારેલી સદી એક અનખો વિક્રમ છે. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં આઠમા નંબરે બેંટિગમાં આવીને સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આગાઉ ભારત તરફથી આઠમા નંબરે બેટિગમાં આવીને સદી ફટકારવાનો બનાવ ઓસ્ટ્રેલિયા સામે બન્યો નથી.

ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ગ્રાઉન્ડ પર સદી ફટકારનાર નીતિશ રેડ્ડી, ત્રીજા નંબરના નાની વયના ક્રિકેટર છે. આ અગાઉ નીતિશ રેડ્ડીથી નાની વયે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી ફટકારનારાઓમાં બાંગ્લાદેશના અબુલ હસન અને અજય રાત્રાનો સમાવેશ થાય છે.

નીતિશ રેડ્ડી ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારનારો ત્રીજો નાની વયનો ભારતીય ક્રિકેટર છે. નીતિશ રેડ્ડીએ 21 વર્ષ 216 દિવસની વયે ટેસ્ટ સદી ફટકારી છે. તેના અગાઉ સચિન તેડૂંલકરે 18 વર્ષ 256 દિવસની વયે ટેસ્ટ સદી ફટકારી હતી. જ્યારે રિષભ પંતે 21 વર્ષ 92 દિવસની વયે સિડનીમાં ટેસ્ટ સદી ફટકારી હતી.

ભારતના નીચલા ક્રમે બેંટિગમાં આવીને સદી ફટકારનાર નીતિશ રેડ્ડીએ, સદી ફટકાર્યા બાદ, બાહુબલી સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. આ પહેલા નીતિશે જ્યારે અડધી સદી પૂરી કરી હતી ત્યારે પુષ્પા સ્ટાઈલમાં ઝુકેગા નહીં...નો ઈશારો કરીને તેનો સદી ફટકારવાનો દ્રઢ નિશ્ચય જાહેર કર્યો હતો.

ભારત તરફથી આઠ અને નવમાં ક્રમાકે બેટિંગમાં આવીને અડધી સદી ફટકારવનો વિક્રમ નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરના નામે થયો છે. આ અગાઉ 2008માં અનિલ કુંબલે અને હરભજન સિંહના નામે આ રેકોર્ડ હતો.