સ્ટવ અને ચીમની વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? આ ભૂલ મોડ્યુલર કિચનમાં બની શકે છે આગનું કારણ
Chimney Height : ચીમની ઇન્સ્ટોલ કરતી વખતે તે ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે ગેસ સ્ટોવથી યોગ્ય અંતરે છે. અન્યથા અકસ્માત થવાનો ભય રહે છે. તમે ચીમની ઇન્સ્ટોલેશન સંબંધિત આ મહત્વપૂર્ણ માહિતીને અહીં વિગતવાર સમજી શકો છો.

મોડ્યુલર કિચનનો મહત્વપૂર્ણ ભાગ હોવા ઉપરાંત ચિમની સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે રસોઈ દરમિયાન નીકળતો ધુમાડો શ્વસનતંત્રને નુકસાન પહોંચાડે છે. જો કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે તેને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં ચીમની માત્ર રસોડામાં ઉદ્ભવતા ધુમાડાને બહાર કાઢવાનું જ કામ કરતી નથી, પરંતુ દુર્ગંધને પણ દૂર કરે છે, રસોડાને ઠંડુ રાખે છે અને આગથી પણ બચાવે છે.

પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ચીમની યોગ્ય રીતે ઇન્સ્ટોલ થાય અને ગેસ સ્ટવથી યોગ્ય અંતરે હોય. ઓછી માહિતીના કારણે લોકો સામાન્ય રીતે આ તરફ ધ્યાન આપતા નથી અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તમારી સાથે આવું ન થાય તે માટે અહીં માહિતી આપી છે.

શા માટે યોગ્ય ઊંચાઈ : ચીમની માટે ગેસ સ્ટવથી યોગ્ય અંતરે હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો ચીમની સ્ટવની ખૂબ નજીક હોય તો આગ લાગવાનું જોખમ રહેલું છે. તેમજ જો ચીમની સ્ટવથી વધારે અંતર પર હોય તો તે ધુમાડો અને ગંધને અસરકારક રીતે બહાર કાઢી શકશે નહીં.

સ્ટવ અને ચીમની વચ્ચે આટલું અંતર હોવું જોઈએ : સ્ટવ અને ચીમની વચ્ચે 24 થી 30 ઇંચનું અંતર સામાન્ય રીતે આદર્શ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ચીમની માત્ર ત્યારે જ અસરકારક રીતે કામ કરી શકે છે જ્યારે તે ગેસ સ્ટોવથી યોગ્ય અંતરે ઇન્સ્ટોલ થાય.

સ્ટોવ અને ચીમની વચ્ચેનું અંતર આ વસ્તુઓ પર આધારિત છે : સ્ટોવથી ચીમનીનું અંતર તેના કદ, કૂકટોપ અને ચીમનીના પ્રકાર પર આધારિત છે. આ ઉપરાંત રસોડાની ડિઝાઇન પણ તેને નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે તમારુ રસોડું કેવડું છે.
જીવનશૈલીના વધુ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો.
