30 ડિસેમ્બરના મહત્વના સમાચાર : રૂ.17 કરોડનો બાકી વેરો વસૂલવા અદાણીને ત્યાં AMC ઢોલ વગાડેઃ કોંગ્રેસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2024 | 9:01 PM

આજ 30 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

30 ડિસેમ્બરના મહત્વના સમાચાર : રૂ.17 કરોડનો બાકી વેરો વસૂલવા અદાણીને ત્યાં AMC ઢોલ વગાડેઃ કોંગ્રેસ

દક્ષિણ કોરિયામાં સૌથી ભયાનક દુર્ઘટના. લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થતાં 179 લોકોના મોત. જ્યારે 2 લોકોનો બચાવ. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ઠંડીનો કેર.. જોઝિલા પાસ પર માઈનસ 27 ડિગ્રી, તો માઉન્ટ આબુમાં માઈનસ 4 ડિગ્રી તાપમાન. આગામી 24 કલાક હજુ ઠંડીની આગાહી. હજુ 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ. સુરતના ગોડાદરામાં બે દીકરીઓની નજર સાથે માતાની હત્યા.. ઉંઘમાં જ પત્નીનું પતિએ દબાવ્યું ગળું, નોકરી બાબતે હતી તકરાર. દહેજની GLF કંપનીના CMS પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં 4 કામદારોનાં મોત…મૃતકોના પરિવારને 25 લાખના વળતરની જાહેરાત. રાજ્યમાં રવિવારે અકસ્માતોની વણઝાર, અમદાવાદમાં કારની અડફેટે વૃદ્ધાનું મોત તો વડોદરામાં અજાણ્યા વાહનની અડફેટે ખેડૂતનું મોત..તો વલસાડમાં ટેન્કર પડતા કારચાલકનું મોત.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Dec 2024 08:59 PM (IST)

    સ્ટેટ GSTના સ્ક્રેપના 2 વેપારીઓને ત્યાં દરોડા, 1.86 કરોડની કરચોરી પકડાઈ

    સ્ટેટ GST વિભાગના સ્ક્રેપના 2 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે.  દરોડા દરમિયાન રૂપિયા 1.86 કરોડની કરચોરી પકડાઈ છે. 300 ટનથી વધુનો બિનહિસાબી સ્ટોક તેમજ બિનહિસાબી વેચાણ તપાસમાં સામે આવ્યું  છે. જેમાં આશરે 1.86 કરોડની કરચોરીનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદના સ્ક્રેપના 2 વેપારીઓને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરાઇ છે.

  • 30 Dec 2024 08:44 PM (IST)

    ઈથોપિયામાં ટ્રક નદીમાં પડતાં 66 લોકોના મોત

    ઇથોપિયામાં એક ટ્રક નદીમાં પડતાં ઓછામાં ઓછા 66 લોકોના મોત થયા છે. એક હોસ્પિટલના ડિરેકટરે સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે રવિવારે એક જૂની ટ્રક પુલ પરથી નદીમાં પડી જતાં અકસ્માત થયો હતો. ટ્રકમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

  • 30 Dec 2024 07:44 PM (IST)

    રૂ.17 કરોડનો બાકી વેરો વસૂલવા અદાણીને ત્યાં AMC ઢોલ વગાડેઃ કોંગ્રેસ

    અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવા અંગે મોટી કંપનીઓ સામે પણ ઢોલ વગાડવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિપક્ષનો આક્ષેપ છે કે અદાણી ગેસ લિમિટેડનો કુલ 17,56,19,646 રૂપિયાનો ટેક્સ બાકી છે.. અંડરગ્રાઉન્ડ યુટીલીટીનો અદાણી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કંપની દ્વારા તેનો ટેક્સ ભરવામાં આવતો નથી. તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવે છે કે કોર્ટ મેટર ચાલી રહી છે, પરંતુ જો કોર્પોરેશન પાસે મોટા વકીલોની ફોજ હોય તો શા માટે આ મુદ્દો ઝડપથી ઉકેલાતો નથી તે પણ એક પ્રશ્ન છે ?

  • 30 Dec 2024 06:53 PM (IST)

    17 નગરપાલિકા, 7 મહાનગરપાલિકા, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને વિવિધ વિકાસ કામો માટે 1000 કરોડ રૂપિયા મંજૂર

    17 નગરપાલિકામાં રાધનપુર, ઊંઝા, કડી, નડીયાદ, માણસા, ધાનેરા, દહેગામ, ભરૂચ, પાલનપુર, ડભોઈ, મુન્દ્રા-બારોઈ, ચોટીલા, થરા, વિરમગામ, દ્વારકા, આણંદ અને વાઘોડિયાનો સમાવેશ થાય છે. 7 મહાનગરપાલિકાઓ ગાંધીનગર, અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોમાં ભાવનગર, વડોદરા અને જામનગરનો સમાવેશ થાય છે. આ તમામ પાલિકા, મનપા અને સત્તામંડળોના વિસ્તારમાં, ગુજરાત સરકારે મંજૂર કરેલ 1000 કરોડમાંથી વિવિધ માળખાગત પ્રજાલક્ષી વિકાસ કાર્યો હાથ ધરાશે.

  • 30 Dec 2024 06:05 PM (IST)

    માવઠા અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ દિવસોમાં ગુજરાતમા પડશે કમોસમી વરસાદ

    હવામાન ક્ષેત્રના જાણકાર અંબાલાલ પટેલે, ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. એ સમયે ઠંડીનો પારો ગગડશે. જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટોઆવશે. 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પાંચમહલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડીગ્રી જેટલું રહેશે. વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શકયતા રહેશે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે. ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે.

  • 30 Dec 2024 04:49 PM (IST)

    મૃતક ભૂવા નવલસિંહે કરેલ ત્રિપલ હત્યા મુદ્દે ચોંકાવનારા ખુલાસા

    મૃતક ભુવા નવલસિંહ સામે સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 03 સભ્યોની હત્યા અંગેની તપાસ પી.આઈ. કક્ષાના અધિકારીને સોંપાઈ છે. હત્યારા નવલસિંહ ભુવાએ એક જ પરિવારના ત્રણ સભ્યોને સોડિયમ પાવડર પીવડાવી અને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાના બે વર્ષ બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મરણ જનાર દિપેશભાઈ, પ્રફુલાબેન અને ઉત્સવીની હત્યા મુદ્દે તપાસને 2 વર્ષ બાદ વેગ આપવામાં આવ્યો છે. મરણ જનાર લોકો પાસે રહેલ મોબાઈલ ફોન, ઘરેણા પણ નવલસિંહ દ્વારા લૂંટી લેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. વિધિના નામે સોડિયમ પાવડર પીવડાવ્યા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ નવલસિંહએ તેમની બેભાન અવસ્થામાં ત્રણ સભ્યોને કેનાલમાં ફેંકી દીધા હોવાની વિગતો સામે આવી છે.

  • 30 Dec 2024 03:14 PM (IST)

    સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને રુ. 2.89 કરોડનો ચૂનો લગાવનારા કાકા-ભત્રીજા ઝડપાયા

    સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીઓને રૂ. 2.89 કરોડનો ચૂનો લગાવનારા કાકા-ભત્રીજાને પોલીસે પકડી પાડ્યા છે. સુરત ઇકો સેલે કાકા- ભત્રીજા ને ઝડપી પાડ્યા છે. બંને આરોપી કાકા-ભત્રીજાએ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ખોલી હતી. જ્યાં તેઓ ફરિયાદી વેપારી પાસેથી સમયસર કાપડ લઇ તેનું પેમેન્ટ કરતા હતા. આ રીતે ફરિયાદી કાપડ વેપારીનું વિશ્વાસ જીતીને તેઓ અંતે રૂપિયા 2.89 કરોડનું ગ્રે કાપડ ખરીદ્યુ હતું. જે કાપડનું પેમેન્ટ આપ્યા વગર આરોપીઓ દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા. જે મામલે બંને આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ઇકો સેલ પોલીસે આરોપી વિજય ભગાજી અને અભિષેક માળીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 30 Dec 2024 02:42 PM (IST)

    રાજ્યસભાના સાંસદે, લોકોને પતંગની દોરીથી બચાવવા દ્વિચક્રી વાહન આગળ નિઃશુલ્ક સેફ્ટિગાર્ડ લગાવડાવ્યા

    મહેસાણા ખાતે રાજ્યસભાના સાંસદે લોકોના બાઈકની આગળ સેફ્ટી ગાર્ડ લગાવડાવ્યા હતા. ઉતરાયણ પહેલા ઘાતક દોરીથી દ્વિચક્રી વાહનચાલકોને બચાવવા માટે સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા. ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક લગાવી આપ્યા સેફ્ટી ગાર્ડ. રાજ્ય સભાના સાંસદ મયંક નાયક દ્વારા મહેસાણાના તોરણવાળી ચોકમાં કેમ્પ યોજીને વાહન ચાલકોને દોરી ના વાગે તે માટે દ્વિચક્રી વાહન પર નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.

  • 30 Dec 2024 02:34 PM (IST)

    ઊંઝા માર્કેટ યાર્ડમાં થયા વરિયાળીના મુહર્તના સોદા, 20 કિલોના 42,000 ભાવ બોલાયા

    નવી વરિયાળીના ઊંઝા માર્કેટયાર્ડમાં મુહર્તના સોદા કરવામાં આવ્યા હતા. 20 કિલો વરિયાળીના ભાવ 42,000 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડમાં નવી વરિયાળીની આવકની શરૂઆત થઈ છે. આજે નવી વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓએ ઉંચી બોલી લગાવી હતી. ઊંઝા માર્કેટ યાર્ડમાં મધ્ય પ્રદેશથી ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યા હતા. આજે સૌ પ્રથમ નવી સિઝનની વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓમાં મુહર્તમાં ઊંચો ભાવ બોલાયો હતો. વરિયાળીનો રેગ્યુલર ભાવ 20 કિલોનો આશરે 4000ની આસપાસ રહેતો હોય છે. જ્યારે આજે મુહર્તમાં 20 કિલોનો 42,000 ભાવ બોલાયો હતો.

  • 30 Dec 2024 02:21 PM (IST)

    ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી

    ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. લઘુત્તમ તાપમાનમાં વધારે પરિવર્તન નહીં આવે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે. પવનના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે. નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે.

  • 30 Dec 2024 01:51 PM (IST)

    મોરબીમાં રીક્ષા ચાલકોની હડતાળમાં દાદાગીરી જોવા મળી

    મોરબીમાં રીક્ષા ચાલકોની હડતાળમાં દાદાગીરી જોવા મળી. ગાંધીચોકમાં કેટલાક રીક્ષા ચાલકોએ દાદાગીરી કરી. હડતાળમાં ન જોડાવા માગતા રીક્ષા ચાલાકોને રોકવામાં આવ્યા હતા. નાના બાળકો સહિત મુસાફરોને રીક્ષામાંથી નીચે ઉતાર્યા. રોડ પર ઉભા રહી રીક્ષા ચલાકોએ આતંક મચાવ્યો. રીક્ષા ચાલકોની દાદાગીરીને કારણે સ્થાનિક લોકોને હેરાનગતિ થઇ રહી છે.

  • 30 Dec 2024 01:31 PM (IST)

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. આજે મોડી સાંજે અમદાવાદ આવશે. આવતી કાલે વલસાડ ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપશે. 31 ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થશે.

  • 30 Dec 2024 01:29 PM (IST)

    બનાસકાંઠા: વડગામના જલોત્રા ગામે સામૂહિક આપઘાત

    બનાસકાંઠા: વડગામના જલોત્રા ગામે સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. યુવક અને યુવતીએ ઘરમાં જ ગળેફાંસો ખાધો. આપઘાત કરનાર યુવક-યુવતી અલગ-અલગ સમાજના હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા યુવતીના પરિજનો સ્થળ પર પહોંચ્યા.

  • 30 Dec 2024 01:21 PM (IST)

    અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ માટે રહેશે બંધ

    અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ માટે બંધ રહેશે. 2 જાન્યુઆરીથી 2025 થી 30 જૂન 2026 સુધી બંધ રહેશે. નવા બ્રિજની કામગીરી શરૂ થતા બ્રિજ બંધ કરાશે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર વધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું.

  • 30 Dec 2024 11:38 AM (IST)

    લાપીનોઝ પીઝાના પીઝામાંથી નીકળ્યો વંદો

    રાજકોટમાં પીઝામાંથી મરેલો વંદો નીકળ્યો. રૈયા યોકડી નજીક લાપીનોઝ પીઝા શોપમાં આ ઘટના બની છે. વંદો નીકળ્યો હોવાનો ફોટો વાયરલ થયો છે. આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

  • 30 Dec 2024 11:32 AM (IST)

    અમદાવાદઃ ક્રાઇમબ્રાન્ચના નકલી અધિકારી બની વેપારી સાથે છેતરપિંડી

    અમદાવાદઃ ક્રાઇમબ્રાન્ચના નકલી અધિકારી બની વેપારી સાથે છેતરપિંડી કરી છે. પોલીસનો ડર બતાવી વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા. ફોરેન કરન્સીનો કેસ થયો હોવાનું કહી છેતરપિંડી કરી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી આકાશ પટેલ સહિત 3 શખ્સ સામે ગુનો નોંધ્યો. 10થી 15 વર્ષની જેલ થશે તેવો ડર દેખાડ્યો. વેપારી મિહિર પરીખે પોલીસ ફરિયાદ નોંધાવી.

  • 30 Dec 2024 10:18 AM (IST)

    સુરત: ક્રિકેટ રમવા બાબતે યુવકે કર્યું ફાયરિંગ

    સુરત: ક્રિકેટ રમવા બાબતે યુવકે ફાયરિંગ કર્યું. પલસાણાના ટૂંડી ગામની દ્વારકેશ સોસાયટીમાં આ ઘટના બની છે. સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મીમેનના પુત્રએ ફાયરિંગ કર્યું છે. આર્મીમેનના પુત્ર સહિત અન્ય યુવકોએ બોલાચાલી કરી હતી. ફાયરિંગમાં 2 મહિલા-2 પુરૂષ સહિત 4 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. માથાકૂટમાં સામેલ યુવકોની પોલીસે ધરપકડ કરી.

  • 30 Dec 2024 09:41 AM (IST)

    સુરતઃ પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું

    સુરતઃ પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. મિનાક્ષી વાડી ખાતે રહેતો યુવક રાકેશ પરમાર ઘાયલ થયો છે. યુવકના ગળાના ભાગે આવ્યા 20 ટાંકા આવ્યા છે. ઘરે જતાં સમયે ગલેમંડી પાસે ઘટના બની.લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો છે.

  • 30 Dec 2024 08:45 AM (IST)

    ખેડૂત સંગઠનો દ્વારા આજે ‘પંજાબ બંધ’નું એલાન

    ખેડૂત સંગઠનો દ્વારા આજે ‘પંજાબ બંધ’નું એલાન આપવામાં આવ્યુ છે. ખનૌરી બોર્ડર પર ખેડૂતોનું ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ફરીથી આંદોલનને ઉગ્ર બનાવવા ખેડૂતો મેદાને આવ્યા છે. ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલનું 34 દિવસથી ઉપવાસ યથાવત છે. MSP સહિતની વિવિધ માગ સાથે ખેડૂતોનું આંદોલન જોવા મળી રહ્યુ છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાએ બંધની જાહેરાત કરી હતી.

  • 30 Dec 2024 08:01 AM (IST)

    વડોદરા: નવાપુરા વિસ્તારમાં યુવકની હત્યા

    વડોદરા: નવાપુરા વિસ્તારમાં યુવકની હત્યા થઇ છે. જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં ઝઘડા બાદ હત્યા કરવામાં આવી છે. બે ભાઈઓની બબાલમાં અન્ય યુવક વચ્ચે પડતા હત્યા થઇ. બંને ભાઈઓને છોડાવવા પડેલ યુવકની હત્યા કરવામાં આવી છે. ઝઘડામાં વચ્ચે પડેલ યુવકને ડોલ વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન નીતિન નામના યુવકનું મોત થયુ છે.

  • 30 Dec 2024 07:40 AM (IST)

    સ્ટેટ GST વિભાગની પાન મસાલાના વેપારી પર કાર્યવાહી

    સ્ટેટ GST વિભાગે પાન મસાલાના વેપારી પર કાર્યવાહી કરી છે. અમદાવાદ સ્થિત રાજશ્રી પાન મસાલા અને ફ્લેવર તમાકુના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી. અંદાજિત 1.93 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ. તપાસ દરમિયાન રોકડ વ્યવહારો અને બિન હિસાબી વેચાણ તેમજ બિન હિસાબી સ્ટોક જેવી ક્ષતિઓ ધ્યાનમાં આવી.

  • 30 Dec 2024 07:35 AM (IST)

    મોડાસાના માલપુર રોડ પર ત્રણ દુકાનોમાં આગ

    અરવલ્લીના મોડાસાના માલપુર રોડ વિસ્તારોમાં આવેલી ત્રણ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. આગની ઝપેટમાં ત્રણ દુકાનો આવતા ધુમાડાના ગોટેગોટા ઉડયા. ફાયર ફાઈટર સહિત બચાઉ ટીમો ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વેલ્ડિંગ કરવાની દુકાનમાં લાગી આગ. કોઈ જાનહાનિ નહીં, સામાન બળીને ખાખ થયો છે.

Published On - Dec 30,2024 7:33 AM

Follow Us:
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !
દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !
બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ
બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ
આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ
Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ
જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી
જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી
રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો
g clip-path="url(#clip0_868_265)">