વિકાસની હરણફાળ કે ગોકળ ગાયની ગતિએ વિકાસ ! વર્ષ 2017માં માંગરોળ બંદરની જેટીનું કામ શરૂ કરાયુ જે વર્ષ 2024માં પુરુ નથી થયુ- Video

માંગરોળ બંદરની જેટીનું નિર્માણ 2017થી અધૂરું છે. 7 વર્ષથી ચાલતા આ પ્રોજેક્ટમાં ડિઝાઇન ખામીના આક્ષેપો સમયાંતરે થતા રહ્યા છે.સ્થાનિકો અને માછીમારો જેટીની ડિઝાઇન બદલવાની માંગ કરે છે. ધારાસભ્યે પણ કામમાં વિલંબ અને ડિઝાઇનમાં ખામી સ્વીકારી છે.છતા નઘરોળ તંત્ર આ બાબતે કોઈનું સાંભળવા તૈયાર નથી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2024 | 8:37 PM

અધુરા વિકાસના Tv9 ના અભિયાનમાં આજે વાત કરીશું જુનાગઢના માંગરોળની. જુનાગઢના માંગરોળમાં બોટમાલિકો અને માછીમારો માટે સૌથી જરૂરી એવી જેટીનું કામ છેલ્લા 6થી સાત વર્ષથી અધુરુ છે. ત્યાના સ્થાનિકો સહિત આગેવાનો રજૂઆતો કરી કરીને થાકી ગયા પરતું આ તંત્ર છે જ એવુ કે તેના પેટનું પાણી હલતું નથી. તંત્રને અનેકવાર ડિઝાઈનથી લઈ તમામ બાબતે સૂચનો સ્થાનિકોએ આપ્યા પરતું તેઓનું કોઈ સાંભળવા જ તૈયાર નથી.

  • માંગરોળ બંદર પર જેટીનું કામ અધુરૂ !
  • વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું ખાતમૂર્હુત
  • વર્ષ 2024 પણ પુરું થવા આવ્યું છતાં નથી બની જેટી

માંગરોળનો જેટી વિવાદ ત્યારથી ચાલતો આવ્યો છે. જ્યારે તેની ડિઝાઈન ત્યાના સ્થાનિકો, માછીમારો અને બોટમાલિકો સમક્ષ મુકવામાં આવી. 2017થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ડિઝાઈનને લઈ વિવાદોમાં રહ્યો છે.

જુનાગઢ અને ખાસ કરીને માંગરોળના બોટ માલિકોનો દાવો છે કે જેટીની ડિઝાઈન જ ખોટી છે તો તેને સંપૂર્ણ બનાવવામાં આવશે તો પણ તે દરિયાના રક્ષસી મોજાના કારણે ટકી નહીં શકે. આપ જેટીની અધુરી કામગીરી પણ જોઈ શકો છો. લગભગ આ કામને શરૂ થયાના 6 વર્ષથી વધુ સમય વિતી ગયો તેમ છતાં કામગીરી તો પૂર્ણ નથી જ થઈ પરતું. જેટલી કામગીરી થઈ એ પણ સતત દરિયાના મોજાથી બિલકુલ તૂટી ગઈ છે. હજુ પણ તંત્ર અધૂરું કામ પૂર્ણ કરવા મહેનત કરી રહ્યું છે પણ આ જેટીનું કામ પૂર્ણ થશે તો પણ નહીં ટકી શકે તેવો માછીમાર સમાજના પૂર્વ પ્રમુખનો દાવો છે.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
કઈ એક ભૂલને કારણે રિસાઈ જાય છે દેવી લક્ષ્મી, જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ગુજરાતનો એક એવો જિલ્લો જે એક સમયે હતો રાજ્ય
પેચોટી ખસી ગઇ છે તે કેવી રીતે ખબર પડે ?
વિનોદ કાંબલીએ છેલ્લા છ મહિનાથી તેનો ફોન વાપર્યો નથી

જેટીની ડિઝાઈન બદલી 13 મીટરની બનાવવા માગ

જો કે આ તમામ વચ્ચે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ TV9 સમક્ષ સ્વીકાર કર્યો કે જેટીનું કામ પણ અધુરુ છે અને ડિઝાઈન પણ ખોટી છે. ત્યારે કહી શકાય તે અહીં વહીવટી તંત્રથી લઈ ધારાસભ્ય અને જેટીને બનાવવાની કામગીરી કરનાર વચ્ચે સંકલનના અભાવ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !
દાણાપીઠમાં વક્ફ બોર્ડ વિવાદમાં પોલીસની કામગીરી !
બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ
બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ
આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોને આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ
Panchmahal : ગોધરામાં 200થી વધારે આદિવાસી લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માગ
જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી
જાણો તમારા વિસ્તારમાં કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">