Baba Vanga : બાબા વેંગા જીવે છે કે નહીં ? જાણો તેમની અત્યાર સુધી કઈ કઈ ભવિષ્યવાણી પડી છે સાચી
બાબા વેંગા એક રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને વનસ્પતિશાસ્ત્રી હતા. તેમનું સાચું નામ વેંજેલિયા પાંડેવ ગુશ્તેરોવા હતું. 12 વર્ષની ઉંમરે તોફાનમાં ફસાઈ જવાને કારણે તેમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. આ પછી જ તેમણે ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું. બાબા વેંગાએ દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ છે.

બાબા વેંગા એક રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને વનસ્પતિશાસ્ત્રી હતા. તેમનું સાચું નામ વેંજેલિયા પાંડેવ ગુશ્તેરોવા હતું. 12 વર્ષની ઉંમરે તોફાનમાં ફસાઈ જવાને કારણે તેમણે આંખોની રોશની ગુમાવી હતી. આ પછી જ તેમણે ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું હતું.

બાબા વેંગાને બાલ્કન પ્રદેશના નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે. નોસ્ટ્રાડેમસ એક ફ્રેન્ચ જ્યોતિષી હતા, જે તેમની સચોટ આગાહીઓ માટે જાણીતા હતા.

બાબા વેંગાનો જન્મ વર્ષ 1911માં થયો હતો અને 1996માં 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગાએ સોવિયત સંઘના વિઘટન અને અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા 9/11નો હુમલો સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી સાબિત થઈ છે.

બાબા વેંગાની સાચી પડેલી ભવિષ્યવાણીઓમાં બીજું વિશ્વ યુદ્ધ, ચેકોસ્લોવાકિયા અને યુગોસ્લાવિયાનું વિસર્જન, સ્ટાલિનના મૃત્યુની તારીખ, રશિયન સબમરીન કુર્સ્કનું ડૂબી જવું, પ્રિન્સેસ ડાયનાના મૃત્યુની તારીખ, 1985નો ઉત્તર બલ્ગેરિયામાં ભૂકંપ અને 2004ની સુનામીનો સમાવેશ થાય છે.
