AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking : રોહિત શર્મા સિડની ટેસ્ટ બાદ થઈ શકે છે રિટાયર્ડ, ટૂંક સમયમાં કરશે સત્તાવાર જાહેરાત

રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સિડનીમાં પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ રમી શકે છે. જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નહીં પહોંચે તો સિડની ટેસ્ટ તેના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ બની શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2024 | 2:58 PM
Share
મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે.

1 / 6
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા સિડની ટેસ્ટ બાદ નિવૃત્તિ લેશે. સિડની ટેસ્ટ 3 જાન્યુઆરીથી શરૂ થશે. જો આ મેચ પાંચ દિવસ સુધી ચાલશે તો 7 જાન્યુઆરી રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીનો અંતિમ દિવસ બની શકે છે.

2 / 6
એક અહેવાલ મુજબ, BCCI અને પસંદગીકારોએ રોહિત શર્માની નિવૃત્તિ વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પસંદગીકારોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

3 / 6
રોહિત શર્મા વાસ્તવમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માંગે છે, જો ટીમ ભારત પહોંચે છે તો તે મેચ તેની છેલ્લી મેચ બની શકે છે. જો કે આ શક્યતા ઓછી છે, પરંતુ આવી સ્થિતિમાં સિડની રોહિતની છેલ્લી ટેસ્ટ મેચ બની શકે છે.

4 / 6
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિત શર્માની હાલત ખરાબ છે. આ ખેલાડી આ શ્રેણીમાં 3 મેચમાં માત્ર 31 રન જ બનાવી શક્યો છે. રોહિતની બેટિંગ એવરેજ 6.20 છે. રોહિત ક્રિઝ પર ટકી રહેવા માટે સખત સંઘર્ષ કરી રહ્યો છે.

5 / 6
મેલબોર્ન ટેસ્ટમાં તેનો એક નિર્ણય ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો. તેણે કેએલ રાહુલને ઓપનિંગમાંથી હટાવીને તે સ્થાન જાતે લીધું અને ન તો તે ચાલ્યો કે ન તો કેએલ રાહુલ રન બનાવી શક્યો. કેએલ રાહુલ ત્રીજા નંબર પર રમતા બંને ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્માની બેટિંગ જોઈને લાગે છે કે તેની પાસે ટેસ્ટ ક્રિકેટમાં વધુ સમય બચ્યો નથી. તેથી જ હવે તેની નિવૃત્તિના સમાચાર આવવા લાગ્યા છે. (All Photo Credit : PTI / GETTY)

6 / 6
g clip-path="url(#clip0_868_265)">