ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે મેલબોર્ન ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 82 રનની ઈનિગ્સ રમી હતી.તે સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ વિરાટ કોહલી સાથે રન આઉટ થયો હતો. હવે બીજી ઈનિગ્સમાં પણ તેમણે ફિફ્ટી પ્લસ સ્કોર કર્યો છે. આ સાથે નાના ટેસ્ટ કરિયરમાં મોટું કારનામું કર્યું છે.
1 / 7
તે સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને વિરેન્દ્ર સહેવાગ જેવા દિગ્ગજો બાદ એક કેલેન્ડર યરમાં 1400થી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
2 / 7
મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિગ્સમાં યશસ્વી જયસ્વાલે આ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. પહેલી ઈનિગ્સમાં 82 રન બનાવયા બાદ તે આ રેકોર્ડની ખુબ નજીક હતી. હવે વર્ષની છેલ્લી ટેસ્ટ ઈનિગ્સમાં તેમણે મોટું કામ કર્યું છે તેમણે આ વર્ષ 1400થી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. બીજી ઈનિગ્સમાં 6 રન બનાવતા જ તેમણે આ કીર્તિમાન મેળવ્યો છે.
3 / 7
એક કેલેન્ડર યરમાં સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ભારતીય રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેમણે 2010માં 1562 રન બનાવ્યા હતા. વીરેન્દ્ર સહેવાગ 2 વખત ટેસ્ટમાં એક કેલેન્ડરયરમાં 1400 થી વધુ રન બનાવી ચૂક્યો છે.
4 / 7
તેમણે 2008માં 1462 અને 2010માં 1422 રન બનાવ્યા હતા. તેમજ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે 1979માં 1407 રન બનાવ્યા હતા. હવે જ્યસ્વાલ એક કેલેન્ડર યરમાં 1400થી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બની ગયો છે.
5 / 7
યશસ્વી જયસ્વાલે વર્ષ 2023માં પોતાના ટેસ્ટ કરિયરની શરુઆત કરી હતી. અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે જયસ્વાલે 17 ટેસ્ટ રમી છે. તેમણે 17 મેચની 32 ઈનિગ્સમાં 1600થી વધારે રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 4 સદી આવી છે. જેમાં એક બેવડી સદી પણ સામેલ છે.
6 / 7
આ સિવાય તેના બેટમાંથી 8 અડધી સદી આવી છે. ટેસ્ટમાં તેણે 53ની શાનદાર એવરેજથી રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 68 રહ્યો છે. તમને જણાવી દઈએ કે જયસ્વાલના નામે ટેસ્ટમાં 68 સિક્સર પણ છે.
7 / 7
યશસ્વી જયસ્વાલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો