રાજ્યના ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની આગાહી, બરાબર તહેવાર ટાણે આવશે માવઠુ

રાજ્યના ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની આગાહી, બરાબર તહેવાર ટાણે આવશે માવઠુ

| Updated on: Dec 30, 2024 | 7:10 PM

રાજ્યના ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ તોળાઈ રહ્યુ છે. રાજ્યમાં તહેવાર સમયે જ માવઠુ થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યના અનેક ભાગોમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પણ કેર વરતાવશે.

રાજ્યના ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ ઘેરુ બન્યુ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ થવાનુ અનુમાન સેવાઈ રહ્યુ છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે. જેમા મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. રાજ્યમાં 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે ઠંડી પડવાની સંભાવના છે. વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે. એક તરફ ગયા માવઠાથી થયેલી નુકસાનીની હજુ ખેડૂતોને કળ પણ વળી નથી ત્યા વધુ એક માવઠુ આવવાની આગાહી છે. જેના કારણે ધરતીપૂત્રોમાં ચિંતાતુર બન્યા છે.

Input Credit- Ravindra Bhadoria- Gandhinagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Dec 30, 2024 07:08 PM
g clip-path="url(#clip0_868_265)">