First CM of Delhi : દિલ્હીમાં કોણે બનાવી હતી સૌપ્રથમ સરકાર, કોણ હતા રાજધાનીના પહેલા CM ?
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં સત્તા માટેની મુખ્ય લડાઈ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે દિલ્હીમાં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કયો પક્ષ જીત્યો હતો? આજે અમે તમને જણાવીશું કે સ્વતંત્ર ભારતમાં દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે તમામ મોટા પક્ષોએ કમર કસી લીધી છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ પાર્ટીએ આતિશીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ વખતે આમ આદમી પાર્ટી જીતે છે તો અરવિંદ કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે દિલ્હીના પહેલા મુખ્યમંત્રી કોણ હતા અને કઈ પાર્ટીના હતા ?
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં સત્તા માટેની મુખ્ય લડાઈ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે. ચૂંટણીની તૈયારીમાં દિલ્હીના પૂર્વ સીએમ અને દિલ્હીના વર્તમાન સીએમ આતિષી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે દિલ્હીમાં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કયો પક્ષ જીત્યો હતો? આજે અમે તમને જણાવીશું કે સ્વતંત્ર ભારતમાં દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા.
દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ચૌધરી બ્રહ્મ પ્રકાશને દિલ્હીના પહેલા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1952માં દિલ્હીમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. જો કે ચૂંટણી પછી દેશબંધુ ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. જે બાદ ચૌધરી બ્રહ્મ પ્રકાશને દિલ્હીના સીએમ બનાવવામાં આવ્યા. ચૌધરી બ્રહ્મ પ્રકાશ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા અને સ્વતંત્રતા સેનાની પણ હતા. ઈતિહાસકારોના મતે તેઓ આઝાદીની ચળવળ દરમિયાન ઘણી વખત જેલમાં પણ ગયા હતા. ચૌધરી બ્રહ્મ પ્રકાશ 17 માર્ચ 1952 થી 12 ફેબ્રુઆરી 1955 સુધી દિલ્હીના સીએમ હતા.
દિલ્હીમાં હતું કોંગ્રેસનું શાસન
સ્વતંત્ર ભારતમાં કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં અને મોટાભાગના રાજ્યોમાં સત્તામાં હતી. દિલ્હીમાં પણ લાંબા સમય સુધી મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના જ હતા. દિલ્હીના બીજા મુખ્યમંત્રી ગુરુમુખ નિહાલસિંહ હતા. તેમનો કાર્યકાળ 12 ફેબ્રુઆરી 1955 થી 1 નવેમ્બર 1956 સુધીનો હતો. જો કે, આ પહેલા ગુરમુખસિંહ 1952ની સામાન્ય ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.