Stock Market: આવતું અઠવાડિયું રોકાણકારો માટે ખાસ! કુલ 5 કંપની ‘બોનસ શેર’ ઓફર કરશે, તમારા પોર્ટફોલિયોમાં કયા સ્ટોક છે?
આગામી અઠવાડિયું શેરબજારના રોકાણકારો માટે ખાસ રહેવાનું છે. 22 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન કુલ 5 કંપની તેમના રોકાણકારોને બોનસ શેર ઓફર કરશે.

સૌપ્રથમ 22 સપ્ટેમ્બરના રોજ સંદુર મેંગેનીઝ અને આયર્ન ઓર લિમિટેડ બોનસ ઇશ્યૂ લોન્ચ કરશે. કંપનીએ 2:1 બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે, કંપનીનો એક શેર ધરાવતા રોકાણકારોને બે બોનસ શેર મળશે.

23 સપ્ટેમ્બરના રોજ, 2 મોટી કંપની બોનસ શેર ઓફર કરશે. પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 1:1 બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે, જેનો અર્થ એ છે કે દરેક શેર પર 1 બોનસ શેર મળશે.

તે જ દિવસે, ટાઇમ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ 1:1 બોનસ ઇશ્યૂ પણ લોન્ચ કરશે, જેનો અર્થ એ છે કે દરેક શેર પર 1 બોનસ શેર મળશે. આ પેકેજિંગ અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપની લાંબા સમયથી બજારમાં સક્રિય છે અને રોકાણકારોને મજબૂત રિટર્ન આપી રહી છે.

અઠવાડિયાના છેલ્લા દિવસે 26 સપ્ટેમ્બરના રોજ બે વધુ કંપનીઓ બોનસ શેર ઓફર કરશે. ચંદ્રપ્રભુ ઇન્ટરનેશનલ લિમિટેડે 1:2 બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે, દરેક 2 શેર ઉપર 1 બોનસ શેર આપવામાં આવશે. આ કંપની ટ્રેડિંગ અને એક્સપોર્ટ વ્યવસાયમાં કાર્યરત છે.

બીજીબાજુ ગેમિંગ કંપની નઝારા ટેક્નોલોજીસ લિમિટેડ પણ બોનસ શેરનું વિતરણ કરશે. કંપનીએ 1:1 બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે, જેનો અર્થ એ છે કે દરેક શેર ઉપર એક બોનસ શેર આપવામાં આવશે.

એકંદરે આવતા અઠવાડિયે સંદુર મેંગેનીઝ, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, ટાઇમ ટેક્નોપ્લાસ્ટ, ચંદ્રપ્રભુ ઇન્ટરનેશનલ અને નઝારા ટેક્નોલોજીસ બોનસ શેર ઓફર કરશે. આનો અર્થ એ છે કે, આ અઠવાડિયું રોકાણકારો માટે નફાકારક સાબિત થઈ શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
