મિલેટ વર્ષ 2023ની ઉજવણીના ભાગરૂપે આદિવાસી વિસ્તારોમાં મિલેટસમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન યોજાયું
નર્મદા -ડાંગ : વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાગબારા તાલુકાના પાટલામહુ ગામે પહોંચતા ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સાગબારા તાલુકાના પાટલામહુ ગામે યાત્રા આવી પહોંચતા ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે મીલેટ્સના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો.


વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાગબારા તાલુકાના પાટલામહુ ગામે પહોંચતા ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ સાગબારા તાલુકાના પાટલામહુ ગામે યાત્રા આવી પહોંચતા ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે મીલેટ્સના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો.

મિલેટ વર્ષ-૨૦૨૩ને કેન્દ્રમાં રાખી યાત્રાના કાર્યક્રમ સ્થળે આદિવાસી વિસ્તારોમાં ઉપલબ્ધ મિલેટસમાંથી બનતી વાનગીઓનું આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન યોજાયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કહ્યું કે, “યુનાઈટેડ નેશન્સે ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી જ 2023ને મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. વિશ્વ જ્યારે મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારત ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યું છે. આ ઉંબીશ અંતર્ગત લોકોમાં મીલેટ્સને લઈ જાગૃતિ અને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જન જન સુધી સરકારની વિકાસ યોજનાઓની માહિતી પૂરી પાડવાનો આશય રહેલો છે. નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો હોય છેવાડાના માનવી અને જન જનના કલ્યાણ થકી જિલ્લા-રાજ્યની વિકાસ ગાથામાં સહભાગી બની દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં જિલ્લા વહિવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ યાત્રા થકી સરકાર લોકોના આંગણે આવી લોકોની સમસ્યાઓ સાંભળી રહી છે. અંત્યોદયની વિચારધારા અને અંત્યોદયનો વિકાસ-ઉદય અને પરિવર્તન આવે તે દિશામાં કાર્ય કરવાની પ્રેરણા આ યાત્રા આપી રહી છે. જેમાં સૌ નાગરિકોને જોડાઈ રહ્યા છે.

આ વર્ષને સમગ્ર વિશ્વ મિલેટ વર્ષ - ૨૦૨૩ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં મિલેટ્સ ધાન્યોની ખેતી કરવામાં આવે છે. સ્થાનિક વિસ્તારમાં ઉપલબ્ધ મિલેટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ અને ફળોનું આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકો મિલેટ્સને રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

































































