મેટ ગાલા 2021 ની લાંબા સમયથી રાહ જોતી હતી. ઘણા સેલેબ્સે ઇવેન્ટમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરી છે. મેટ ગાલા 2021 જેને કોસ્ટ્યૂમ ઇન્સ્ટિટ્યૂટ ગાલા અથવા કોસ્ટ્યૂમ ઇન્સ્ટિટ્યૂટ બેનિફિટ કહેવામાં આવે છે.
યુએસ ઓપનમાં પોતાની ભવ્યતા દર્શાવ્યા બાદ ટેનિસ જગતના સુપરસ્ટાર્સે મેટ ગાલામાં પોતાની ગ્લેમરસ સ્ટાઇલ બતાવી હતી. મેટ ગાલા એક ફેશન ઇવેન્ટ છે જ્યાં સેલિબ્રિટીઝ અલગ અલગ સ્ટાઇલમાં જોવા મળે છે.
1 / 8
વિશ્વની ત્રીજા નંબરની નાઓમી ઓસાકાની સ્ટાઈલ અહીં અલગ દેખાતી હતી. તે લુઈ વિલ્ટનનો ડ્રેસ પહેરીને ત્યાં પહોંચી હતી. તેણે જાંબલી રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેની હેરસ્ટાઇલ પણ એકદમ અલગ હતી. તેનો લુક તેની બહેન દ્વારા સ્ટાઇલ કરવામાં આવ્યો હતો.
2 / 8
23 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સ ઘણી વખત મેટ ગાલામાં ગઈ છે. આ વખતે પણ તે એકદમ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તે ગુલાબી અને સફેદ રંગની મોટી શાલ પહેરીને ત્યાં પહોંચી હતી. તેમનું આખું શરીર આ શાલમાં ઢંકાયેલું જોવા મળ્યું હતું.
3 / 8
યુએસ ઓપન 2021 વિજેતા એમ્મા રાદુકાનુ પણ પ્રથમ વખત અહીં પહોંચી હતી. તે કાળો ડ્રેસ પહેરીને પહોંચી હતી. તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. 18 વર્ષીય રાદુકાનુ યુએસ ઓપન જીતનાર પ્રથમ ક્વોલિફાયર છે.
4 / 8
યુએસ ઓપનની રનર અપ લેલા ફર્નાન્ડીઝ પણ મેટ ગાલામાં પહોંચી હતી. તે સાદો સફેદ અને કાળો ડ્રેસ પહેરીને ત્યાં પહોંચી હતી. તે આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5 / 8
ઇવેન્ટમાં જસ્ટિન બીબર પત્ની હેલી બીબર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.
6 / 8
કિમ કાર્દશિયને મેટ ગાલા 2021 માં તેના પોશાકથી બધાને આશ્ચર્યચકિત કર્યા. તેણે કાળા કલરનો આઉટફિટ પહેર્યો હતો જેનાંથી તેનો ચહેરો પણ ઢંકાઈ ગયેલો હતો.
7 / 8
શોન તેના એબ્સ બતાવતો જોવા મળ્યો. બીજી બાજુ, કૈમિલા કૈબેલ્લો પર્પલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.