99% રોકાણકારો નથી જાણતા ! મ્યુચ્યુઅલ ફંડ્સના આ 2 પ્લાન વિશે પહેલા સમજો પછી જ રોકાણ કરો
મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો ક્રેઝ ભારતમાં ઝડપથી વધી રહ્યો છે. આ વાત મ્યુચ્યુઅલ ફંડ ઇંડસ્ટ્રીના સતત વધતા AUM દ્વારા સ્પષ્ટ થઈ રહી છે. એવામાં જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સારી આવક મેળવવા માંગતા હોવ, તો 2 પ્લાન એવા છે કે જેના વિશે તમારે જરૂરથી માહિતી મેળવવી જોઈએ.

'મ્યુચ્યુઅલ ફંડ' રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો કે, ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડ્સના 2 પ્લાન વચ્ચેનો તફાવત સમજી શક્યા નથી. મ્યુચ્યુઅલ ફંડના આ બંને પ્લાન આમ તો રોકાણકારોને એક જ સ્કીમ તરફ દોરી જાય છે પરંતુ કેટલાક તફાવતો એવા છે કે, જે રિટર્ન અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર અસર કરે છે.

જણાવી દઈએ કે, મ્યુચ્યુઅલ ફંડના 2 પ્લાન (રેગ્યુલર અને ડાયરેક્ટ)માં એક નજીવો તફાવત છે પરંતુ તેના પર કોઈ ધ્યાન દોરતું નથી. રેગ્યુલર અને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચેનો મુખ્ય તફાવત તેના ખર્ચ અને મેનેજમેન્ટમાં રહેલ છે.

રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણકારો સામાન્ય રીતે બ્રોકર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અથવા એજન્ટો દ્વારા રોકાણ કરે છે. એવામાં રોકાણકારોએ આ મધ્યસ્થીઓના કમિશનનો ખર્ચ ઉઠાવવો પડે છે. ટૂંકમાં, આની અંદર એક્સપેન્સ રેશિયો 1% થી 2.5% સુધીનો હોઈ શકે છે. આ તફાવત ભલે નાનો લાગતો હોય પરંતુ સમય જતાં કમ્પાઉન્ડિંગને કારણે આની અસર રોકાણકારોના રિટર્નમાં પડે છે અને પછી એમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.

ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણકારો સીધા એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) પાસેથી ફંડ ખરીદે છે. આમાં કોઈ મધ્યસ્થી સામેલ નથી હોતો, જેના કારણે ખર્ચ ઓછો થાય છે. 'ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ' સીધા એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) પાસેથી ખરીદવામાં આવે છે. આ જ કારણ છે કે, ડાયરેક્ટ પ્લાનમાં એક્સપેન્સ રેશિયો ઓછો હોય છે. જણાવી દઈએ કે, આમાં એક્સપેન્સ રેશિયો સામાન્ય રીતે 0.5% અને 1% ની વચ્ચે હોય છે. આ જ કારણ છે કે, 'ડાયરેક્ટ પ્લાન' લાંબાગાળે વધુ રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે. સરળ રીતે જોઈએ તો, આમાં ફી અને કમિશન પર ઓછા પૈસા ખર્ચ થશે.

'ડાયરેક્ટ અને રેગ્યુલર' મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ અને મેનેજ કરવાની રીતમાં નોંધપાત્ર તફાવત છે. ડાયરેક્ટ પ્લાન ફક્ત AMCની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અથવા ઓથોરાઇઝ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. અહીં, રોકાણકારોએ રોકાણને લગતા તમામ ટ્રાન્ઝેક્શન જાતે જ સંભાળવા પડે છે. રેગ્યુલર પ્લાનમાં આ જવાબદારી મોટાભાગે બ્રોકર અથવા ડિસ્ટ્રિબ્યુટર દ્વારા સંભાળવામાં આવે છે. આનાથી તમારા રોકાણ સાથે સંકળાયેલ પેપરવર્ક અને પ્રોસેસ સરળ બને છે.

જો તમે રોકાણ પહેલીવાર કરી રહ્યા છો અને મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ પસંદ કરવી તેમાં મૂંઝવણ અનુભવો છો, તો રેગ્યુલર પ્લાન તમારા માટે એક સારો વિકલ્પ છે. અહીં તમને બ્રોકર અથવા ફાઇનાન્સિયલ એડવાઇઝર પાસેથી સલાહ મળે છે, જે તમારી જરૂરિયાત અને રિસ્ક પ્રોફાઇલના આધારે સ્કીમ પસંદ કરવામાં મદદ કરે છે. જો કે, જો તમે બજારને સારી રીતે સમજો છો, જાતે રિસર્ચ કરી શકો છો અને યોગ્ય નિર્ણય લેવાનું પસંદ કરો છો, તો ડાયરેક્ટ પ્લાન તમારા માટે બેસ્ટ રહેશે.
(Disclaimer: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે આપવામાં આવેલ છે, કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી અને પછી જ રોકાણ કરવાના નિર્ણય તરફ આગળ વધો.)
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
