ચંદ્રગ્રહણ 2025 : 7 સપ્ટેમ્બરે રાત્રે દેખાશે ‘બ્લડ મૂન’, જાણો સૂતક કાળમાં ભૂલથી પણ ન કરશો આ કામ
આવનારા રવિવારે, એટલે કે 7 સપ્ટેમ્બરે, આકાશમાં એક અદ્ભુત અને દુર્લભ ઘટના જોવા મળશે. આ દિવસે, સંપૂર્ણ ચંદ્રગ્રહણ થશે, જેમાં ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને 'બ્લડ મૂન' કહેવામાં આવે છે. આ ગ્રહણની ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, સૂતક કાળ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ચંદ્રગ્રહણનો સૂતક કાળ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:57 PM થી 8 સપ્ટેમ્બરના રોજ 1:26 AM સુધી રહેશે. સરળ ભાષામાં ભારતીય સમય મુજબ ગ્રહણસ્પર્શ રાત્રે 8 કલાક 58 મિનિટ 21 સેકન્ડના છે. સંપૂર્ણ ગ્રહણકાળ 5 કલાક 27 મિનિટનો રહેશે. આ વખતે ગ્રહણ સમયે ચંદ્ર બ્લડમૂન એટલે કે રક્તવર્ણમાં જોવા મળશે.

ચંદ્રગ્રહણ સમયે શું ન કરવું : ભોજન, શયન, સ્પર્શ, પૂજા-પાઠ અને શુભ કાર્યો ન કરવા. ગર્ભવતી મહિલાઓએ ચાકુ, કાતર વગેરેનો ઉપયોગ કરીને ફળ કે શાકભાજી ન કાપવા. પેટ પર ગેરુનું લેપન કરીને માથા પર સાડીનો પાલવ ઓઢવો જોઈએ.

ચંદ્રગ્રહણ સમયે શું કરવું : આ સમય દરમિયાન, હરિનામનો જાપ કરવો, દાન કરવું અને યજ્ઞાદિ જેવા ધાર્મિક કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. જોકે, રોગી, અશક્ત, બાળક, વૃદ્ધ અને અસમર્થ વ્યક્તિઓ માટે આ નિયમો લાગુ પડતા નથી.

ગ્રહણના સૂતક કાળ પછી, પકાવેલું ભોજન રાખવું ન જોઈએ, જ્યારે કાચા અનાજ અને ખાદ્ય પદાર્થોમાં દુર્વા ઘાસ રાખવું જોઈએ.

આ ચંદ્રગ્રહણ ભારત સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, ફિજી અને અંટાર્કટિકામાં જોવા મળશે. ગ્રહણનો રંગ લાલ હશે, જેને 'બ્લડ મૂન' કહેવામાં આવે છે.

આ ગ્રહણ ભાદ્ર પૂર્ણિમા, કુંભ રાશિ અને પદ્મભ નક્ષત્રમાં થશે. ગ્રહણની શરૂઆત અને સમાપ્તિ પછી સ્નાન કરવું જરૂરી છે. ગરૂડ પુરાણ અનુસાર, ગ્રહણના પ્રારંભ પહેલાં, દરમિયાન અને સમાપ્તિ પછી પણ સ્નાન અને દાન કરવાથી શુભ ફળ મળે છે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
