કાનુની સવાલ : છૂટાછેડાના કેસમાં પત્ની ક્યારે ભરણપોષણ ન માગી શકે ? જાણો
આજનો સમાજ પુરુષ અને મહિલાઓનો બરાબરનો દરજ્જો આપે છે. એટલા માટે છૂટાછેડા બાદ ભરણપોષણની જવાબદારી માત્ર પતિ પર જ નહી પરંતુ પત્ની પર પણ આવી શકે છે. જાણો કેમ.

ભારતીય સમાજમાં સતી પ્રથા જેવી દુષ્ટ પ્રથાઓ ભૂતકાળની વાત છે, પરંતુ આજે પણ સ્ત્રીઓ સામે હિંસામાં કોઈ ઘટાડો થયો નથી. બળાત્કાર, એસિડ હુમલા, દહેજ અને ઘરેલુ હિંસની ઘટના આવતી હોય છે. એટલા માટે મહિલાઓના રક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા છે.

લોકોમાં એક સામાન્ય ગેરસમજ છે કે ભારતમાં છૂટાછેડા કાં તો પતિ-પત્નીની સંમતિથી થાય છે, અથવા ફક્ત સ્ત્રીની અરજી પર જ થાય છે. પણ એવું નથી. પુરુષોને પરસ્પર સંમતિ વિના પણ છૂટાછેડા લેવાનો અધિકાર છે

ભરણપોષણનો સવાલ ત્યારે આવે છે, જ્યારે પતિ-પત્ની એક સાથે રહેતા ન હોય.ભારતીય કાયદા મુજબ પત્ની પોતાના ભરણપોષણ માટે પતિ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, પત્ની છૂટાછેડા સમયે કોર્ટ પાસેથી ભરણપોષણ ભથ્થું, વળતર વગેરેની માંગ કરી શકે છે.

તમે એ પણ જાણી લો કે, શું માત્ર પત્નીને પતિ પાસેથી ભરણપોષણ માંગવાનો અધિકાર છે, પતિને પણ પત્ની પાસેથી ભરણપોષણ માંગવાના કાયદામાં નિયમ છે.

2022ના અંજુ ગર્ગ વિરુદ્ધ દીપક કુમાર ગર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો પતિની આવક શૂન્ય હોય, તેની પાસે કોઈ નોકરી ન હોય, તો તેણે શારીરિક શ્રમ કરીને પણ તેની પત્નીને ભરણપોષણ આપવું ફરજિયાત છે.

પત્ની જો કોઈ વ્યાજબી કારણથી પતિથી અલગ રહેતી હોય. કે પછી બંન્ને આપસી સહમતિથી અલગ રહેતા હોય.જો મહિલા ભણેલી ગણેલી હોય અને નોકરી કરતી હોય તો તે પતિ પાસેથી ભરણપોષણ માંગી શકતી નથી. કે પછી પત્નીએ બીજા લગ્ન કર્યા હોય તો પણ તે ભરણ પોષણ માગી શકતી નથી.

(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.






































































