કાનુની સવાલ: સેપરેશન અને ડિવોર્સ વચ્ચે શું તફાવત છે? ભારતીય કાયદા મુજબ મુખ્ય તફાવત સમજો
Difference between separation and divorce: સેપરેશન અને ડિવોર્સ વચ્ચે શું તફાવત છે? ઘણા કપલો માટે આ પ્રશ્ન બહુ જ અગત્યનો હોય છે. લગ્નજીવનમાં ક્યારેક સંબંધો તૂટી જવાનું પણ શક્ય બને છે. એ સ્થિતિમાં કપલ સામે બે વિકલ્પ હોય છે – સેપરેશન અને ડિવોર્સ.

સેપરેશન એટલે શું?: સેપરેશન એટલે પતિ-પત્ની વિવાહિત રહ્યા બાદ પણ કાયદેસર રીતે એકબીજાથી અલગ રહેવાનું નિર્ધારિત કરવું. સામાન્ય રીતે તેઓ શારીરિક અને આર્થિક રીતે અલગ રહે છે પણ તેમના લગ્ન કાયદેસર રીતે ચાલુ જ રહે છે. ભારતના કાયદા પ્રમાણે સેપરેશન માટે ખાસ કાયદેસર કરાર કરવામાં આવે છે. જેને "જ્યૂડિશિયલ સેપરેશન" કહેવાય છે.

હિંદુ લગ્ન અધિનિયમની કલમ 10 અનુસાર પતિ કે પત્ની ન્યાયાલયમાં અરજી કરી શકે છે કે તેઓ સાથે રહી શકે તેવા પરિસ્થિતિ નથી. તેથી તેમને જ્યૂડિશિયલ સેપરેશન આપવામાં આવે.

ડિવોર્સ એટલે શું?: ડિવોર્સ એટલે લગ્નનો કાયદેસર અંત. ભારતના કાયદા મુજબ ડિવોર્સ મળ્યા બાદ પતિ-પત્ની બંનેએ ફરીથી વિવાહ કરવાની છૂટ હોય છે. ડિવોર્સ અંતર્ગત મિલકત, બાળકની કસ્ટડી અને ખર્ચ જેવી બાબતો નક્કી થાય છે. હિંદુ લગ્ન અધિનિયમની કલમ 13 મુજબ પતિ કે પત્ની કેટલાક આધાર પર ડિવોર્સ માટે અરજી કરી શકે છે.

મુખ્ય તફાવત શું છે?: સેપરેશનમાં કાયદેસર સંબંધ ચાલુ રહે છે અને બીજા લગ્ન કરી શકે નહીં. તેમજ મળવા માટેનો ચોક્કસ સમય નક્કી કરી શકે. ડિવોર્સના કેસમાં કાયદેસર સંબંધ સમાપ્ત થાય છે તેમજ ફરીથી લગ્ન કરી શકે છે અને મળવાના નિયમો પર પુર્ણવિરામ લાગે છે.

શા માટે લોકો સેપરેશન પસંદ કરે છે?: સંબંધ સુધારવાની તક રહે છે. બાળકોની લાગણીને ધ્યાનમાં રાખી સમય લેવામાં આવે છે. પરિવારમાં શાંતિ જાળવી શકાય છે.

ડિવોર્સ ક્યારે યોગ્ય ગણાય?: જ્યારે સંબંધમાં સુધારાની શક્યતા ન હોય. વારંવાર ગુનાહિત કે માનસિક હિંસા થઈ રહી હોય. કાયદેસર રીતે અલગ થવા પર બંને પક્ષો તૈયાર હોય.

જ્યારે લગ્નજીવનમાં તણાવ આવે ત્યારે સેપરેશન અથવા ડિવોર્સ બે વિકલ્પ છે. જો સંબંધમાં સુધારાની શક્યતા હોય તો સેપરેશન વધુ યોગ્ય માર્ગ હોઈ શકે છે, પરંતુ જ્યારે સંબંધ પૂરી રીતે તૂટી જાય ત્યારે ડિવોર્સ એ અંતિમ ઉકેલ બની શકે છે. સંબંધોમાં સ્પષ્ટતા અને કાયદેસર પગલાં લેવા માટે નિષ્ણાતની કાયદાકીય સલાહ લેવી સૌથી સારી રીત છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
