AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ એક રિપોર્ટથી માર્કેટ ‘ગરમ’! અદાણીના 2 છુપા શેર પર રોકાણકારોની ખાસ ‘નજર’, આગામી સમયમાં આવી શકે છે ‘મોટો ઉછાળો’

શેરબજારમાં ક્યારે કયો શેર રોકેટ બની જાય તે કહેવું મુશ્કેલ છે પણ જ્યારે કોઈ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોટો દાવો કરે, ત્યારે રોકાણકારોની નજર તેના પર ચોક્કસ ટકે છે. હાલમાં જ અદાણી ગ્રુપના 2 ખાસ શેરને લઈને એક એવો અહેવાલ સામે આવ્યો છે કે, જેણે માર્કેટમાં ભારે સસ્પેન્સ અને ઉત્સુકતા જગાવી દીધી છે.

| Updated on: Jun 07, 2026 | 8:45 PM
Share
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies) નું માનવું છે કે, અદાણી ગ્રુપના પાવર બિઝનેસમાં આગામી વર્ષોમાં ઝડપી ગ્રોથ જોવા મળી શકે છે. ભારતમાં વીજળી ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ અને બેઝલોડ પાવરની વધતી માંગથી Adani Energy Solutions Ltd અને Adani Power Ltd ને મોટો ફાયદો મળી શકે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, બંને કંપનીઓની મજબૂત ઓર્ડર બુક, લાંબાગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) અને સારી નાણાકીય સ્થિતિના કારણે મધ્યમગાળામાં 20 ટકાથી વધુ ગ્રોથની સંભાવના છે.

1 / 6
Jefferies નું કહેવું છે કે, Adani Energy Solutions હાલમાં 718 અબજ રૂપિયાના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 20 ટકા વધુ છે. કંપની પાસે અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયાની સંભવિત બિડ પાઇપલાઇન પણ મોજૂદ છે. બ્રોકરેજને આશા છે કે, નાણાકીય વર્ષ 2026 થી વર્ષ 2030 વચ્ચે કંપનીનો EBITDA 27 ટકાના વાર્ષિક દરે અને નફો (PAT) 19 ટકાના વાર્ષિક દરે વધી શકે છે. આ ગ્રોથ રેટ સરકારી ક્ષેત્રની Power Grid Corporation of India Ltd કરતાં ઘણો સારો માનવામાં આવી રહ્યો છે.

2 / 6
સ્માર્ટ મીટર બિઝનેસ પણ કંપની માટે મોટો ગ્રોથ એન્જિન બનીને ઉભરી રહ્યો છે. નાણાકીય વર્ષ 2026 ના અંત સુધીમાં કંપનીએ 1.14 કરોડ સ્માર્ટ મીટર સ્થાપિત કરી દીધા, જ્યારે તેનો લક્ષ્યાંક 70 લાખ મીટરનો હતો. સરકારના 25 કરોડ સ્માર્ટ મીટર લગાવવાના લક્ષ્યાંકમાં હજી પણ અંદાજે 10 કરોડ મીટરના ટેન્ડરો બહાર પડવાના બાકી છે, જેનાથી કંપનીને આગળ મોટા અવસર મળી શકે છે.

3 / 6
બ્રોકરેજનું કહેવું છે કે, કંપનીની બેલેન્સ શીટ પણ મજબૂત છે. ઓગસ્ટ 2024 માં 1 બિલિયન ડોલરના QIP પછી માર્ચ 2026 સુધી નેટ ડેટ-ટુ-ઇક્વિટી 1.8 ગણી હતી. Jefferies નો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2030 સુધીમાં કંપનીનો રિટર્ન ઓન ઇક્વિટી (ROE) વધીને અંદાજે 13 ટકા સુધી પહોંચી શકે છે.

4 / 6
બીજી તરફ Adani Power એ નાણાકીય વર્ષ 2032 સુધીમાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને 42 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક દોહરાવ્યો છે. હાલમાં કંપનીની ક્ષમતા 18.3 ગીગાવોટ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 33 ટકા વધુ છે. કંપનીની આગામી 23.7 ગીગાવોટ ક્ષમતામાંથી 56 ટકા ક્ષમતા પહેલાથી જ લાંબાગાળાના PPA હેઠળ સુરક્ષિત થઈ ચૂકી છે. તાજેતરના મહિનાઓમાં બિહાર, મધ્ય પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ અને તમિલનાડુના વીજ બોર્ડ સાથે થયેલા કરારોમાં કંપનીને ઉત્તમ ટેરિફ પણ મળ્યા છે.

5 / 6
Jefferies નો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2026 થી વર્ષ 2030 દરમિયાન Adani Power નો EBITDA 23 ટકાના વાર્ષિક દરે વધી શકે છે. કંપનીના ઓપરેટિંગ કેશ ફ્લોમાં પણ 20 ટકા CAGR નો વધારો થવાની આશા છે. બ્રોકરેજનું માનવું છે કે, વધતી ક્ષમતા, મજબૂત PPA કવરેજ અને નિયંત્રિત દેવાના સ્તરના કારણે કંપની આગામી વર્ષોમાં મજબૂત આવક વૃદ્ધિ નોંધાવી શકે છે. Jefferies ના જણાવ્યા અનુસાર, ટ્રાન્સમિશન, સ્માર્ટ મીટરિંગ અને થર્મલ પાવર વિસ્તરણના જોરે અદાણી ગ્રુપનો પાવર બિઝનેસ નાણાકીય વર્ષ 2030 સુધી મજબૂત રેવન્યુ ગ્રોથ અને જોરદાર કમાણીનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરધારકો માટે ‘મોટા સમાચાર’… 8 વર્ષ પછી આ બેંક લાવી રહી છે ‘બોનસ ઈશ્યુ’, દર ‘3 શેર’ પર મળશે ‘1 શેર’ બિલકુલ ફ્રી

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ

વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ

વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં

Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન

વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ

બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ

દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ

વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો

છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">