AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં મોટી દુર્ઘટના સર્જાય, ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4 લોકોના મોત, જુઓ Video

Breaking News : સુરતમાં મોટી દુર્ઘટના સર્જાય, ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4 લોકોના મોત, જુઓ Video

| Updated on: Jun 07, 2026 | 12:09 PM
Share

સુરતમાં મોટી દુર્ઘટના સર્જાય છે. ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4 સફાઇકર્મી મોત થયા છે.હાલ સમગ્ર મામલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે છે. તેમજ તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે, ઘટના સ્થળે સેફ્ટીના સાધનો હતા કે નહી.

સુરત શહેરનાઅશ્વિનીકુમાર વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાય છે. ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરમાં 4 સફાઇકર્મી ફસાયા હતા,ટાકીમાં ઉતરેલા 4 કર્મચારીઓના ગૂંગળામણથી મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. કુલ 4 લોકોન સફાઈ દરમિયાન ટેંક ચેમ્બરમાં ઉતર્યા હતા.જ્યારે બીજા બે લોકોની હાલત ગંભીર સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેનું પણ મૃત્યું થયું હોવાની વિગતો સામે આવી રહી છે.

સ્થાનિક પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચી છે. હવે જોવાનું રહેશે કે, પોલીસ ક્યા પ્રકારની કાર્યવાહી કરે છે. તેમજ આ મોતની જવાબદારી કોણ લે છે તે પણ જોવાનું રહેશે. જ્યારે પણ સફાઈ કામદારોને આવી ટેંક ચેમ્બરની સફાઈ કરાવવામાં આવે ત્યારે પુરતી તકેદારીઓ રાખવામાં આવે છે. તેમજ તેની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે આવા ગટર કે કોઈ મોટી ટેંકની સફાઈ કરવામાં આવે છે, ત્યારે ઓક્સિજનના પ્લાન્ટની સાથે અંદર ઉતારવામાં આવે છે. પરંતુ હવે જોવાનું રહેશે કે, સમગ્ર મામલે આ મૃત્યુનુ જવાબદાર કોણ છે

મોટી દુર્ઘટનામાં અનેક સવાલો

આવી દુર્ઘટના અવાર-નવાર સર્જાય છે. ત્યારે આ દુર્ઘટનાને લઈ અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે,કેમ કોઇ સેફ્ટી વગર કર્મીઓને ટાંકીમાં ઉતારાયા ? દુર્ઘટનાઓ બાદ પણ કેમ ન ધ્યાન રાખવામાં આવ્યું નહી?ક્યાં સુધી સફાઇકર્મીઓના જીવ સાથે રમત થશે?સફાઇકર્મીઓને સેફ્ટીના સાધન કેમ નહોતા પહેરાવ્યા ?સફાઈ કર્મચારીઓના મોત માટે કોણ જવાબદાર ?શું જવાબદાર સામે પગલાં લેવાશે ?

હાલ સમગ્ર મામલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે છે. તેમજ તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે, ઘટના સ્થળે સેફ્ટીના સાધનો હતા કે નહી.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Published on: Jun 07, 2026 11:56 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">