AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડ માર્કેટમાં તોફાનના સંકેત! આખી દુનિયામાં અચાનક શરૂ થયો સોનાનો ‘મોટો ખેલ’, જાણી લો ‘અસલી રહસ્ય’

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક ચોંકાવનારા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કેટલાક શક્તિશાળી દેશોએ ગુપ્ત રીતે પોતાનો સોનાનો ભંડાર વધારવાનું શરૂ કરી દીધું છે. ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા આ મોટા બદલાવ પાછળ આખરે કયા દેશોનો હાથ છે અને તેનું અસલી કારણ શું છે?

| Updated on: Jun 06, 2026 | 6:35 PM
Share
દુનિયાની સેન્ટ્રલ બેંકોએ (કેન્દ્રીય બેંકો) એપ્રિલમાં ફરીથી સોનાની ચોખ્ખી (નેટ) ખરીદી શરૂ કરી છે. અહેવાલ મુજબ, એપ્રિલમાં પોલેન્ડ સૌથી મોટો ખરીદદાર રહ્યો હતો, જ્યારે ચીને પણ સોનાની ખરીદીની રફતાર વધારી છે. ચીન દ્વારા એપ્રિલમાં કરવામાં આવેલી 8 ટનની ખરીદી ડિસેમ્બર 2024 પછીની સૌથી મોટી માસિક ખરીદી હોવાનું કહેવાય છે. બીજી તરફ, રશિયાએ સોનાનું વેચાણ ચાલુ રાખ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પૂર્વી યુરોપ અને એશિયાની સેન્ટ્રલ બેંકો સોનાની ખરીદીની પ્રવૃત્તિઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

1 / 5
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર, સેન્ટ્રલ બેંકોએ એપ્રિલમાં ફરીથી નેટ પ્રાઈસ પર સોનાની ખરીદી કરી હતી. ખરીદી અને વર્ષની શરૂઆતથી અત્યાર સુધીની પ્રવૃત્તિઓમાં સૌથી વધુ યોગદાન પૂર્વી યુરોપ તેમજ એશિયાના દેશોનું રહ્યું છે. પોલેન્ડની નેશનલ બેંકે એપ્રિલમાં 14 ટન સોનું ખરીદ્યું હતું. આ સાથે વર્ષ 2026માં અત્યાર સુધીમાં પોલેન્ડની કુલ સોનાની ખરીદી 45 ટન પર પહોંચી ગઈ છે. પોલેન્ડનો સોનાનો ભંડાર 595 ટન થઈ ગયો છે, જે તેના કુલ વિદેશી ભંડારના લગભગ 30 ટકા જેટલો છે.

2 / 5
પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ એપ્રિલમાં પોતાના ભંડારમાં 8 ટન સોનું ઉમેર્યું હતું. ડિસેમ્બર 2024 પછી આ તેની સૌથી મોટી માસિક ખરીદી છે. ચીનનો સત્તાવાર સોનાનો ભંડાર હવે લગભગ 2,322 ટન છે, જે તેના કુલ ભંડારના આશરે 9 ટકા છે. રિપોર્ટ અનુસાર, ચીન સતત 18 મહિનાથી સોનું ખરીદી રહ્યું છે. ચેક નેશનલ બેંકે (Czech National Bank) એપ્રિલમાં 2 ટન સોનાની ચોખ્ખી ખરીદી કરી હતી. આ સાથે તેનો કુલ સોનાનો ભંડાર 79 ટન થઈ ગયો છે, જે તેના કુલ વિદેશી ભંડારના લગભગ 6 ટકા છે. અહેવાલ મુજબ, આ તેની સતત 38મી માસિક ખરીદી છે.

3 / 5
ઉઝબેકિસ્તાનની સેન્ટ્રલ બેંકે એપ્રિલમાં 1 ટન સોનું વેચ્યું હતું. જો કે, વર્ષ 2026માં અત્યાર સુધીમાં તે 24 ટનની ચોખ્ખી ખરીદી સાથે હજી પણ નેટ ખરીદદાર બનેલો છે. ઉઝબેકિસ્તાનના કુલ ભંડારમાં સોનાનો હિસ્સો લગભગ 88 ટકા છે અને તેનો સોનાનો ભંડાર આશરે 414 ટન છે. રશિયાની સેન્ટ્રલ બેંકે એપ્રિલમાં 6 ટન સોનું વેચ્યું હતું. રિપોર્ટ અનુસાર, રશિયા સતત ચોથા મહિને નેટ વેચાણ કરનારો દેશ રહ્યો છે.

4 / 5
માર્ચમાં સૌથી મોટો વિક્રેતા રહેલી તુર્કીની સેન્ટ્રલ બેંકે એપ્રિલમાં પોતાનો સોનાનો ભંડાર લગભગ સ્થિર રાખ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ દરમિયાન શોર્ટ-ટર્મ ગોલ્ડ-ડોલર સ્વેપ પાક્યા (મેચ્યોર થયા) હતા અને માત્ર 1 થી 3 મહિનાની મુદતવાળા ગોલ્ડ-ડોલર સ્વેપ જ બાકી રહ્યા હતા. અહેવાલ અનુસાર, પૂર્વી યુરોપ અને એશિયાની સેન્ટ્રલ બેંકો સતત સોનું ખરીદી રહી છે. છેલ્લા 36 મહિનામાં બંને પ્રદેશોએ અનુક્રમે સરેરાશ 12 ટન અને 11 ટન પ્રતિ માસ સોનું ખરીદ્યું છે. આ જ સમયગાળામાં વિશ્વભરની સેન્ટ્રલ બેંકોની સરેરાશ ચોખ્ખી સોનાની ખરીદી દર મહિને 29 ટન રહી છે.

5 / 5

1 વર્ષમાં પહેલીવાર સોનામાંથી રોકાણકારોએ કરોડો રૂપિયા પાછા ખેંચ્યા, મે મહિનામાં ગોલ્ડ માર્કેટનું આખેઆખું ચિત્ર બદલાયું

Follow Us
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં

Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન

વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા

પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ

બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ

દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ

વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો

છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા

ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા

g clip-path="url(#clip0_868_265)">