અમરેલી: રાજુલાની ખાનગી શાળાને શિક્ષણ વિભાગે ફટકાર્યો દંડ, યુનિફોર્મ-સ્ટેશનરી તેમને ત્યાંથી જ ખરીદવા દબાણ કરવાનો આરોપ
રાજુલામાં ખાનગી શાળાઓની મનમાની સામે સ્ટેશનરી એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. ખાનગી શાળાઓ યુનિફોર્મ થી લઈને નોટબુક્સ, સ્કૂલ બેગ્સ સહિતની વસ્તુઓ પોતે નિયત કરેલી દુકાનોએ થી ખરીદવા વાલીઓને ફરદ પાડતી હોવાથી આ અંગે શિક્ષણ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
અમરેલીમાં ખાનગી શાળાઓની મનમાની સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. 2 ખાનગી શાળાઓને શિક્ષણ વિભાગે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાજુલાની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને યુનિફોર્મ, સ્કૂલબેગ, નોટબુક્સ સહિતની અન્ય વસ્તુઓ શાળાએ નક્કી કરેલી જગ્યાએ થી અથવા શાળામાંથી ખરીદવાની વાલીઓને ફરજ પાડવામાં આવતી હતી. શાળાઓની આ જોહુકમી સામે સ્ટેશનરી એસોસિએશન દ્વારા શિક્ષણ વિભાગને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

જે બાદ શિક્ષણ વિભાગે RTE એક્ટ 2009ની કલમ 17 મુજબ દબાણ કરવા બાબતે તાત્કાલિક 2 ખાનગી શાળાઓને 10 હજાર દંડ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ શાળાઓ વિદ્યાર્થી કે વાલીઓને દબાણ ન કરે તેવી ચેતવણી પણ આપી છે.
Input Credit- Jaydev Kathi- Amreli
સિંહનો આવો વીડિયો ક્યાંય નહીં જોયો હોય, શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજારાજા- જુઓ Video
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
