સિંહનો આવો વીડિયો ક્યાંય નહીં જોયો હોય, શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજારાજા- જુઓ Video
ગીરના સિંહો એ ગુજરાતનું ગૌરવ છે અને દેશની આન-બાન શાન છે. ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સાવજના આંટાફેરાના અનેક વીડિયો આપે જોયા જ હશે. પરંતુ હાલ જે ડાલામથ્થાનો વીડિયો સામે આવ્યો છે તે એકદમ અનોખો છે. સિંહો પણ આવી હરકતો ભાગ્યે જ કરે છે. હાલ જે દૃશ્યો સામે આવ્યા છે તે પાલિતાણાના શેત્રુંજી પર્વતના છે જ્યાં એક સાવજ રાજા એક યાત્રાળુનું બેગ મોં માં લઈને ભાગતા જોવા મળ્યા છે.
ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારોમાં, માનવ વસાહતોમાં આવી ચડે છે. સિંહો હવે વન વગડો છોડીને માનવ વસાહતોમાં વધુ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. આવો જ એક સિંહનો વીડિયો પાલિતાણાથી સામે આવ્યો છે. જ્યાં શેત્રુંજી પર્વત પર અચાનક એક સિંહ આવી ચડ્યો. આ સિંહ પહેલા તો આમતેમ આંટાફેરા કર્યા અને જાણે આસપાસના વિસ્તારની રેકી કરતો હોય તેમ આમતેમ થોડી સેકન્ડો સુધી ફર્યો અને પછી અચાનક ત્વરિત ગતિએ આવીને એક યાત્રિકનું બેગ મોં માં ઉઠાવીને ભાગ્યો.

સિંહને અચાનક આ રીતે બેગ લઈને ભાગતો જોઈને પહેલા તો યાત્રિકો પણ ડઘાઈ ગયા અને તેમના જીવ પણ પડીકે બંધાયા. જો કે સિંહ બેગ લઈને જતો રહ્યો હતો આથી યાત્રિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાવજરાજા ખોરાકની શોધમાં યાત્રિકના બેગને શિકાર સમજીને મોં માં લઈને ભાગતા જોવા મળ્યા. જો કે બેગ લઈને આ સાવજે વન તરફ જ દોટ મુકી હતી. યાત્રિકોએ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરતા વન્યકર્મીઓએ યાત્રિકનું બેગ શોધીને તેને પરત કર્યુ હતુ.

સિંહનો આ પ્રકારનો એકદમ દુર્લભ વીડિયો પહેલીવાર જોવા મળ્યો છે. જો કે આ દૃશ્યો જોયા બાદ યાત્રિકોમાં ભય અને રોમાંચની મિશ્ર લાગણી જોવા મળી રહી છે. ગીરના સિંહોની આ જ તો ખાસિયત છે જ્યારે જ્યારે પણ સિંહદર્શન માટે લોકો ગીર માં જાય છે ત્યારે ત્યાંના સિંહો પ્રવાસીઓને કોઈ યાદગાર સંભારણુ તો આપી જ દે છે. હાલ બેગ લઈને ભાગતા સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
Surya Gochar June 2026: સૂર્યનું મિથુન રાશિમાં થશે ગોચર, આ ચાર રાશિઓની આવકમાં થશે વૃદ્ધિ
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
