06 June 2026

પૃથ્વીના આ સ્થળોએ વર્ષો સુધી નથી પડતો વરસાદ

Photo Credit - Whisk

દુનિયામાં એવી જગ્યાઓ પણ છે જ્યાં વર્ષો સુધી વરસાદ પડતો નથી.

દક્ષિણ અમેરિકામાં આવેલ અટાકામાનું રણ પૃથ્વી પરનું સૌથી સૂકું રણ છે.

અટાકામા રણમાં 10 વર્ષમાં માંડ 25 મિમી જેટલો વરસાદ પડે છે.

ઇજિપ્તના આસ્વાનમાં નિયમિત વરસાદ પડતો નથી.

આસ્વાનમાં દર વર્ષે સરેરાશ આશરે માત્ર 0.5  મીમી વરસાદ પડે છે.

લિબિયાનો અલ-અઝીઝિયા પ્રદેશમાં લોકો વરસાદને તહેવારની જેમ ઉજવે છે.

અલ-અઝીઝિયામાં મોટાભાગે શિયાળાની ઋતુમાં વરસાદ પડે છે.

પેરુના ઇકા રણમાં ક્યારેય નિયમિત વરસાદ પડતો નથી.

ઇકા રણમાં માત્ર સરેરાશ 1.1 મિમી જેટલો જ વરસાદ પડે છે.

ઓસ્ટ્રેલિયાના ગ્રેટ વિક્ટોરિયા રણમાં ચોક્કસ તારીખે વરસાદ પડ્યો હોવાનું નોંધાતું નથી.

વૈજ્ઞાનિકોના મતે, હવામાન પરિવર્તનને કારણે દુનિયામાં સૂકા પ્રદેશોની સંખ્યા વધી રહી છે.

આવનારા દિવસોમાં આ યાદીમાં વધુ સ્થળો ઉમેરવામાં આવી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.