કાનુની સવાલ : સ્ટાર્સ પોતાના નામ, ચહેરા અને સન્માન માટે કોર્ટમાં જઈ રહ્યા છે, શું છે પર્સનાલિટી રાઈટ્સ ?
અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયે દિલ્હી હાઈકોર્ટેમાં વ્યક્તિગતત્વ અધિકારોના ઉલ્લંધન વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. કોર્ટે અભિષેક-એશ્વર્યાને વચગાળાની રાહત આપી છે, ચાલો જોઈએ કે વ્યક્તિત્વના અધિકારો (Personality Rights )કયા છે જેના કારણે ઘણી સેલિબ્રિટીઓ કોર્ટમાં આવી છે.

બોલિવૂડના મોટા સેલિબ્રિટીઓએ વ્યક્તિત્વ અધિકારો હેઠળ કોર્ટમાં અનેક વખત અરજીઓ દાખલ કરી છે. વ્યક્તિત્વ અધિકારોની સુરક્ષાનો અધિકાર શું હોય છે આ પહેલા પણ અનેક સેલિબ્રિટીઓ આને લઈ કોર્ટ પહોંચી ચૂક્યા છે. આજે Personality Rights વિશે વિસ્તારથી વાત કરીએ.

ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અનિલ કપૂર અને જેકી શ્રોફ સહિત અનેક સેલિબ્રિટીઓએ અગાઉ આ માંગ ઉઠાવી છે. આ સેલિબ્રિટીઓએ AI-જનરેટેડ ડીપફેક વીડિયો, પરવાનગી વિના તેમની છબીઓનો ઉપયોગ કરીને ઉત્પાદનોનું વેચાણ અને નકલી સમર્થન અટકાવવા માટે અરજીઓ દાખલ કરી હતી.

આ પછી, કોર્ટે આ સેલિબ્રિટીઓના નામ, છબીઓ અને અવાજોનો પરવાનગી વિના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

2022માં અમિતાભ બચ્ચને તેમની ઓળખને સુરક્ષિત રાખવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ હેઠળ, જો આ સેલિબ્રિટીઓના અવાજ, વ્યક્તિત્વ અથવા ફોટાનો ઉપયોગ તેમની સંમતિ વિના કરવામાં આવે છે, અથવા જો AI પૈસા કમાવવા માટે નકલી વિડિઓ બનાવે છે, તો તે કાયદેસર રીતે ગેરકાયદેસર હશે.

સેલિબ્રિટીઓ ઘણીવાર તેમના ફેન ફોલોઇંગ અને બજાર મૂલ્યના દુરુપયોગને રોકવા માટે આ પગલાં લે છે.

વ્યક્તિત્વ અધિકારોને અંગ્રેજીમાં Personality Rights કહેવામાં આવે છે. આ એવો અધિકાર હોય છે જે કોઈ વ્યક્તિને તેમના નામ, ફોટો, અવાજ, હસ્તાક્ષર અને અન્ય ઓળખી શકાય તેવા તત્વોના ઉપયોગને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે, જેનો કોઈ પણ અનુમતિ વગર કે કોર્મશિયલ કે ગેર કોમર્શિયલ વગર ઉપયોગ ન કરી શકે,

આ અધિકારો ખાસ કરીને સેલિબ્રિટી, કલાકાર, એથલીટ્સ અને અન્ય પ્રસિદ્ધ હસ્તીઓ માટે ખુબ જરુરી છે, કારણ કે, તેમનો ચેહરો અને નામ એક બ્રાન્ડની જેમ હોય છે. જેનો દુરુપયોગ નકલી જાહેરાતો, નકલી સમાચાર અને AI-જનરેટેડ પોર્ન બનાવવા માટે પણ થઈ શકે છે.

ભારતમાં હાલમાં વ્યકિત્વ અધિકારો માટે કોઈ અલગથી કાનુન નથી પરંતુ આ અધિકારો વિવિધ કાનૂની જોગવાઈઓ અને કોર્ટના નિર્ણયો દ્વારા સુરક્ષિત છે. આમાંના મુખ્ય અધિકારો બંધારણના અનુચ્છેદ 21 (જીવન અને ગોપનીયતાનો અધિકાર), ટ્રેડમાર્ક્સ એક્ટ, 1999 (નામ અને છબીના બ્રાન્ડ મૂલ્યનું રક્ષણ), માહિતી ટેકનોલોજી એક્ટ, 2000 (ઓનલાઇન પ્લેટફોર્મનું નિયમન), અને કોપીરાઇટ એક્ટ, 1957 (સર્જનાત્મકતા અને ઓળખનું રક્ષણ) છે.

તાજેતરના વર્ષોમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે વારંવાર કપટપૂર્ણ ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને આવા કિસ્સાઓમાં સેલિબ્રિટીઓને રાહત આપી છે.

હવે જોઈએ કે, કેમ જરુરી છે આ અધિકારો ? આજકાલડિજિટલ યુગમાં, કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા અથવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને સેલિબ્રિટીની છબી, નામ અથવા અવાજનો ખોટો ઉપયોગ કરી શકે છે, જે સંભવિત રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે અને વ્યક્તિની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ ખતરોનો સામનો કરીને, સેલિબ્રિટીઓ હવે તેમના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
