કાનુની સવાલ : જો તમે સરોગસી દ્વારા બાળકનો પ્લાન કરી રહ્યા છો, તેના નિયમો જાણો
એવા અનેક કપલ હોય છે. જે સરોગસી દ્વારા માતા-પિતા બનવાનું સુખ મેળવે છે. આજે આપણે કાનુની સવાલમાં સરોગસીની પ્રકિયા દ્વારા અને તેની સાથે જોડાયેલા કાનુન વિશે વિસ્તારથી વાત કરીશુ.

ભારતમાં અનેક એવા કપલ છે. જેને માતા-પિતા બનવાનું સુખ મળતું નથી જેમાં કેટલીક વખત ઈન્ફર્ટિલિટીનું કારણ હોય તો અન્ય કોઈ સમસ્યા પણ આનું કારણ છે. ત્યારે કપલ માટે સરોગેસી કોઈ વરદાનથી ઓછું નથી.

એવા અનેક વિકલ્પો છે. જેનાથી સરોગેસી દ્વારા માતા-પિતા બનવાનું સુખ મળે છે.સરોગેસી એક એવી પ્રોસેસ છે. જે લોકોને માતા-પિતા બનવાનું સુખ આપે છે. તો આજે આપણે આની સાથે જોડાયેલા કાનુન વિશે વાત કરીએ.

સરોગેસી શું છે? જો આપણે સરળ શબ્દોમાં કહીએ તો બીજી મહિલાના ગર્ભાશયનો ઉપયોગ કરવો એ સરોગસી કહેવાય છે. એટલે કે, એક દંપતીનું બાળક બીજી સ્ત્રીના ગર્ભાશયમાંથી જન્મ લે છે. સરોગસીનો લાભ તે સ્ત્રીઓ લઈ શકે છે જે શારીરિક સમસ્યાઓને કારણે પોતે ગર્ભવતી થઈ શકતી નથી. સરોગસી બે પ્રકારની હોય છે, ટ્રેડિશનલ અને જેસ્ટેશનલ

ટ્રેડિશલ સરોગેસીમાં પિતાના સ્પર્મને સેરોગેટ માતાના એગ્સ સાથે મેળવવામાં આવે છે. આ પ્રકિયામાં બાળકની બાયોલોજિકલ માતા સરોગેટ માતા હોય છે. પરંતુ અધિકારિક રીતે માતા-પિતા એજ કપલ હોય છે. જેમણે સરોગેસી પસંદ કરી હોય.

જેસ્ટેશનલ સરોગેસીમાં પિતાના સ્પર્મ અને માતાના એગ્સને મેળવી સરોગેટ માતાના ગર્ભમાં રાખવામાં આવે છે. આ પ્રોસેસમાં સરોગેટ માતા માત્ર એક જ બાળકને જન્મ આપે છે પરંતુ બાયોલોજિકલ માતા હોતી નથી. એટલે કે, સરોગેટ માતાના જીન્સનો બાળકો સાથે કોઈ સંબંધ હોતો નથી.

શું ભારતમાં સરોગેસી લીગલ છે. એવા અનેક દેશ છે. જ્યાં સરોગસી ગેરકાયદેસર માનવામાં આવે છે. ભારતમાં સરોગસી કાયદેસર હોવા છતાં, તેના માટે કેટલાક નિયમો અને કાનુન છે, જેનું પાલન આ પ્રક્રિયા અપનાવતા પહેલા કરવું આવશ્યક છે.

જેથી લોકો સરોગસીનું વ્યાપારીકરણ ન કરી શકે અને જરૂરિયાતમંદ યુગલો તેનો લાભ લઈ શકે. ભારત સરકારે સરોગસીના નિયમો અને કાયદામાં ફેરફાર કરીને તેને વધુ કડક બનાવ્યા છે.

સરોગેસીની પરવાનગી ફક્ત નિઃસંતાન પરિણીત યુગલોને જ આપવામાં આવશે. ઉપરાંત, સરોગસીની સુવિધા મેળવવા માટે ઘણી શરતો પૂરી કરવી પડશે. ઉદાહરણ તરીકે, સરોગસીની સુવિધા મેળવનાર વ્યક્તિએ સરોગેટ માતા બનવા માટે તૈયાર મહિલાના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખવું પડશે.

સરોગેસીની પરવાનગી ક્યારે આપવામાં આવે છે?જે કપલ ઈન્ફર્ટિલિટી સાથે ઝુઝમી રહ્યું હોય. જે કપલનો આ સાથે કોઈ સ્વાર્થ જોડાયેલો ન હોય. બાળકો વેંચવાનો, દેહ વ્યાપાર કે અન્ય પ્રકારના શોષણ માટે સરોગેસી ન કરવી જોઈએ.જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર બીમારીથી પીડાતી હોય જેના કારણે ગર્ભધારણ કરવું મુશ્કેલ હોય.

સરોગેટને પણ આ પ્રકિયા માટે લાયક હોવી જોઈએ. સરોગેટ બનતી મહિલાની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેણી પરિણીત હોવી જોઈએ અને તેના પોતાના બાળકો હોવા જોઈએ. આ ઉપરાંત, તે પહેલી વાર સરોગેટ માતા હોવી જોઈએ. આ બધા પછી, મહિલાએ મનોચિકિત્સક પાસેથી એક પ્રમાણપત્ર પણ મેળવવું પડશે, જેમાં તેણી માનસિક રીતે સ્વસ્થ હોવાનું પ્રમાણિત કરવામાં આવશે.

સરોગસી કાયદાની કેટલીક અન્ય વાત જોઈએ તો. ભારતીય લગ્ન કાયદો સમલૈંગિક યુગલોના લગ્નને માન્યતા આપતો નથી. તેથી, સમલૈંગિક યુગલો બાળકો કરવા માટે સરોગસીનો ઉપયોગ કરી શકતા નથી.

સરોગેટ એક વખત કોન્ટ્રાક્ટ થયા બાદ ગર્ભાવસ્થાના સમય સુધી સરોગેટની ના પાડી શકતી નથી. તેમજ તેમની મરજીથી ગર્ભને નુકસાન પણ પહોંચાડી શકે નહી. જો ભારતીય કપલ દેશ બહાર સરોગેટનો ઉપયોગ કરે છે. તેનાથી જન્મેલા બાળકને ભારતીય નાગરિકતાના રુપમાં માન્યતા આપવામાં આવશે નહી.

સરોગસી દ્વારા જન્મેલા બાળકો 18 વર્ષના થાય ત્યારે તેઓ સરોગસી દ્વારા જન્મ્યા હોવાનું જાણવાનો અધિકાર દાવો કરી શકે છે. તેમને સરોગસી માતાની ઓળખ જાણવાનો પણ અધિકાર છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
