કાનુની સવાલ: જો કોઈ પત્ની તેના પતિને હત્યા કરી નાખે, તો શું તેને સંપત્તિમાં અધિકાર મળે છે?
પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા ગુસ્સે ભરાયેલી પત્નીએ ગેરેજમાં લઈ જઈ જ્વલનશીલ પદાર્થ તેના પર છાંટી દીધો અને આગ ચંપી દીધી હતી અને પતિની મૃત્યુ થઈ છે. ત્યારે એક પ્રશ્ન થાય કે જો પત્ની તેના પતિની હત્યા કરે છે, તો શું તે તેની મિલકતનો વારસો મેળવી શકે છે? જાણો અહીં.

કચ્છના ભૂજમાં હચમચાવી નાખે તેવી ઘટના બની છે. સામત્રા ગામમાં પૈસામાં અંધ બનેલી 42 વર્ષીય પત્ની એ તેના 60 વર્ષીય પતિને જીવતો સળગાવી દીધો હતો. પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા ગુસ્સે ભરાયેલી પત્નીએ ગેરેજમાં લઈ જઈ જ્વલનશીલ પદાર્થ તેના પર છાંટી દીધો અને આગ ચંપી દીધી હતી અને પતિનું મૃત્યુ થયું છે. ત્યારે એક પ્રશ્ન થાય કે જો પત્ની તેના પતિની હત્યા કરે છે, તો શું તે તેની મિલકતનો વારસો મેળવી શકે છે? જાણો અહીં.

ભારતીય કાનુન મુજબ જો પત્ની તેના પતિની હત્યા કરે છે, તો તેણીને તેની મિલકત પર કોઈ અધિકાર નથી.

કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ તેના ગુનાથી નફો મેળવી શકે નહીં. કારણ કે ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ અને અન્ય મિલકત સંબંધિત કાયદાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈની હત્યા કરે છે, તો તેઓ મૃત વ્યક્તિની મિલકતનો વારસો મેળવી શકતા નથી.

આ સિદ્ધાંત, જેને "સ્લેયર રૂલ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જણાવે છે કે ખૂની મૃત વ્યક્તિની મિલકતનો વારસો મેળવી શકતો નથી, ભલે તેઓ કાનૂની વારસદાર હોય.

આવા કિસ્સાઓમાં, કોર્ટ તપાસ કરે છે. શું હત્યા ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી? શું હત્યાનો આરોપ સાબિત થયો છે (એટલે કે, શું કોર્ટે સજા ફટકારી છે)? જો હા, તો પત્નીને મિલકતમાંથી વારસામાંથી છીનવી શકાય છે.

જો કોઈ પત્ની તેના પતિની હત્યા કરે અને તેના વિરુદ્ધ FIR દાખલ થાય અને પછી કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવે તો, પત્નીને પતિની મિલકતમાંથી વારસામાંથી છીનવી લેવામાં આવશે. મિલકત પતિના અન્ય કાનૂની વારસદારો (જેમ કે માતાપિતા, બાળકો, ભાઈ-બહેન, વગેરે) પાસે જશે.
કાનુની સવાલ: શું પોલીસનો વીડિયો રેકોર્ડિંગ કરી શકાય? જાણો કાયદો શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
