કાનુની સવાલ: શું પોલીસનો વીડિયો રેકોર્ડિંગ કરી શકાય? જાણો કાયદો શું કહે છે
કાનુની સવાલ: ભારતમાં ઘણીવાર રસ્તા પર કે જાહેર સ્થળે પોલીસ અને નાગરિકો વચ્ચે વિવાદો, તપાસ અથવા અટકાયતીની ઘટનાઓ બનતી રહે છે. આવા સમયે ઘણા લોકો પોતાના મોબાઈલ ફોનથી વીડિયો રેકોર્ડિંગ કરવા ઇચ્છે છે, પરંતુ મોટાભાગના લોકોને પ્રશ્ન થાય છે કે — “શું પોલીસનો વીડિયો રેકોર્ડિંગ કરવો કાયદેસર છે?”

સૌપ્રથમ જાણીએ કાયદાની દૃષ્ટિએ, ભારતમાં કોઈ સ્પષ્ટ કાયદો નથી કે જે નાગરિકોને પોલીસની વીડિયો રેકોર્ડિંગ પર પ્રતિબંધ મૂકે છે. એટલે કે જો તમે જાહેર સ્થળે ઉભા રહીને કોઈ પોલીસ એક્શનનો વીડિયો લો છો તો તે કાયદેસર ગણાય છે, જો તમે પોલીસની ફરજમાં અવરોધ ન પેદા કરતા હોવા જોઈએ.

સુપ્રીમ કોર્ટ અને માનવ અધિકાર આયોગના માર્ગદર્શન મુજબ નાગરિકોને પોતાના સુરક્ષાના હિતમાં વીડિયો અથવા ઑડિયો રેકોર્ડિંગ કરવાનો અધિકાર છે. ખાસ કરીને ત્યારે જ્યારે પોલીસ તપાસ દરમિયાન કોઈ પ્રકારની હેરાનગતિ, દબાણ કે ધમકી આપે તેવી શક્યતા હોય.

જોકે પોલીસ સ્ટેશનની અંદર વીડિયો રેકોર્ડિંગ કરવું કાયદેસર નથી. કારણ કે તે “સંવેદનશીલ સરકારી વિસ્તાર” ગણાય છે. ત્યાં રેકોર્ડિંગ કરવાથી ગુપ્ત માહિતી લીક થવાની શક્યતા રહે છે. એટલે સ્ટેશનની બહાર કે જાહેર સ્થળે રેકોર્ડિંગ કરવું સ્વીકાર્ય છે, પણ પોલીસ સ્ટેશનની અંદર નહીં.

પોલીસ અધિકારીઓ ઘણીવાર નાગરિકોને વીડિયો બનાવતા રોકે છે, પરંતુ તેઓને ફક્ત ત્યારે જ રોકવાનો અધિકાર હોય છે જ્યારે તે “ફરજમાં અવરોધ” પેદા કરે. જો તમે શાંતિપૂર્ણ રીતે દૂરથી વીડિયો લો છો, તો તમને કોઈ ગુનો લાગતો નથી.

સાથે સાથે ધ્યાનમાં રાખો કે તમે જે વીડિયો લો છો તે સોશિયલ મીડિયા પર મૂકતા પહેલા વિચારવું જરૂરી છે. જો તે કોઈ તપાસને અસર કરે કે ખાનગી માહિતી જાહેર કરે તો તે ગુનામાં પણ ગણાઈ શકે છે.

તમારા અધિકાર માટે શું યાદ રાખવું: જાહેર સ્થળે વીડિયો લો, પરંતુ પોલીસની ફરજમાં અવરોધ ન પેદા કરો. પોલીસ સ્ટેશનની અંદર રેકોર્ડિંગ કરશો નહીં. રેકોર્ડિંગ તમારા અને અન્ય લોકોના સુરક્ષાના હિતમાં કરો. વીડિયો પોસ્ટ કરતા પહેલા તેની કાનૂની અસર વિચારો. અંતમાં એટલું યાદ રાખો કે, નાગરિક તરીકે તમને પારદર્શિતા અને ન્યાય માટે રેકોર્ડિંગ કરવાનો અધિકાર છે, પરંતુ તેની મર્યાદાઓ સમજવી પણ એટલી જ જરૂરી છે. કાયદાનું નોલેજ રાખવાથી તમે પોતાને સુરક્ષિત પણ રાખી શકો છો અને સત્તાનો દુરુપયોગ રોકવામાં યોગદાન આપી શકો છો.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
