અમદાવાદ એરપોર્ટ પર ‘વન નેશન બિલિયન સેલિબ્રેશન’ અભિયાનનું કરાયુ લોન્ચિંગ
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી મુસાફરોને કેન્દ્રિત સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર છે. ત્યારે આ જ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાન લોન્ચ કર્યું છે. આ અભિયાન ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસના આનંદમાં વધારો કરશે. 90 દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં પ્રાદેશિક ઉત્સવોની ઉજવણી, વર્લ્ડકપ સ્ક્રીનીંગ, થીમેટિક ડેકોર, પેસેન્જર એન્ગેજમેન્ટ એક્ટીવેશન્સ અને આકર્ષક 'શોપ એન્ડ વિન' જેવી વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી મુસાફરોને કેન્દ્રિત સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર છે. ત્યારે આ જ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાન લોન્ચ કર્યું છે. આ અભિયાન ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસના આનંદમાં વધારો કરશે.

90 દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં પ્રાદેશિક ઉત્સવોની ઉજવણી, વર્લ્ડકપ સ્ક્રીનીંગ, થીમેટિક ડેકોર, પેસેન્જર એન્ગેજમેન્ટ એક્ટીવેશન્સ અને આકર્ષક 'શોપ એન્ડ વિન' જેવી વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે.

આ અભિયાન અંતર્ગત SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરતા લોકોને દિવાળી, નાતાલ અને નૂતન વર્ષના તહેવારોની વાઈબ્રન્ટ ઉજવણી દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાણવા અને માણવાની તક મળશે. એટલુ જ નહીં ખેલરસીકોને ICC ક્રિકેટ ટુર્નામેન્ટ, વર્લ્ડ કપ'23 ના સ્ક્રીનિંગનો આનંદ માણી શકશે. સાથે જ ડોમેસ્ટિક એરપોર્ટ T-1ના આગમન પ્લાઝા પર વિશાળ 360 સ્ક્રીન પર જીવંત પ્રસારણ નિહાળી શકાશે.

અંધકાર પર પ્રકાશનો વિજય દર્શાવતા તહેવારની ઉજવણીમાં ચાર ચાંદ લગાવવા એરપોર્ટ પર દિવાળીના મનમોહક થીમ આધારિત સજાવટ કરવામાં આવી છે. રસપ્રદ પેસેન્જર પ્રવૃત્તિઓ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે દ્વારા મુસાફરોનું મનોરંજન પણ કરવામાં આવશે.

'વન નેશન બિલિયન સેલિબ્રેશન'માં 'શોપ એન વિન' સ્પર્ધા પણ રાખવામાં આવી છે, જે મુસાફરોને વિવિધ આઉટલેટ્સ પર ખરીદી કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસો, રોયલ એનફિલ્ડ બાઇક અને સ્માર્ટફોન સહિતના આકર્ષક ઇનામો જીતવાની તક આપશે. આ ઈવેન્ટમાં વૈશ્વિક પ્રેક્ષકોને વૈવિધ્યસભર અનુભવ પ્રદાન કરવા 50 થી વધુ બ્રાન્ડ્સ ભાગ લેશે. 'વન નેશન બિલિયન સેલિબ્રેશન્સ'માં ભાગ લેતા મુસાફરો 50 + બ્રાન્ડ્સ પર 100 + પ્રમોશન ઑફર્સ મેળવી પ્રવાસનનો ઉન્નત અનુભવ મેળવી શકશે.