Knowledge : 4 કલરના હોય છે Indian Passport, બધા કલરના મહત્વ વિશે જાણો
ભારતીય નાગરિકોને વિદેશ જવા માટે Passportની જરૂર પડે છે. દેશમાં ઘણા બધા પ્રકારના પાસપોર્ટ છે, જે લોકોને આપવામાં આવે છે. ચાલો જાણીએ આ પાસપોર્ટ વિશે.

symbolic image

સામાન્ય પાસપોર્ટ : આ પાસપોર્ટ ભારત સરકાર સામાન્ય માણસને આપે છે. આ પાસપોર્ટનો રંગ વાદળી છે. આ પાસપોર્ટ ઇમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓને સામાન્ય માણસ અને ભારતના ઉચ્ચ પદના અધિકારીઓ વચ્ચે તફાવત બતાવે છે.

સફેદ પાસપોર્ટ : ભારતમાં બધાથી વધારે પાવરફુલ પાસપોર્ટ સફેદ પાસપોર્ટ છે. જેને ટોપ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે. આ પાસપોર્ટ એ લોકો માટે છે, જેઓ ઓફિશિયલ કામ માટે વિદેશ પ્રવાસે છે. આ પાસપોર્ટ ઈમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓ માટે અધિકારીની ઓળખ કરવામાં સરળતા બનાવે છે.

ડિપ્લોમેટિક કે ઓફિશિયલ પાસપોર્ટ : આ પાસપોર્ટ ભારતીય ડિપ્લોમેટિક અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે. આવા પાસપોર્ટ ધારકોને વિદેશ પ્રવાસમાં ઘણો ફાયદો થાય છે. આ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોને ઈમિગ્રેશન દરમિયાન સરળતાથી ક્લિયરન્સ મળે છે.

ઓરેન્જ પાસપોર્ટ : આ પાસપોર્ટને 2018થી જાહેર કરવામાં આવ્યો છે. ઓરેન્જ પાસપોર્ટ તેને આપવામાં આવે છે જે લોકો 10 ધોરણથી વધારે ભણેલા નથી.