History of city name : મહાબત મકબરાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
મહાબત મકબરા ગુજરાતના જૂનાગઢમાં આવેલાં પ્રસિદ્ધ મકબરા છે. મહાબત મકબરાનું નિર્માણ 1892માં પૂર્ણ થયું હતું, મહાબત મકબરા નવાબ મહાબત ખાન બીજા માટે સમર્પિત છે. મહાબત મકબરો શહેરની ઐતિહાસિક અને શિલ્પકલાની અદભુત ઓળખ છે.

મકબરોનું નામ મહાબત ખાનજીના નામ પરથી પડ્યું છે. મહાબત ખાનજી જુનાગઢના નવાબોમાંના એક હતા, જેમણે 1851થી 1882 સુધી રાજ્ય કર્યું હતું. તેમના નામને ચિરંજીવી બનાવવા માટે આ મકબરોનું નામ મહાબત મકબરો પડ્યું.

બાબી વંશના નવાબો જૂનાગઢના શાસક હતા. મહાબત મકબરાનું નિર્માણ કાર્ય1879માં નવાબ મહાબત ખાન બીજાએ (1851-82) આરંભ્યું હતું અને 1892માં તેમના ઉત્તરાધિકારી નવાબ બહાદુર ખાન ત્રીજાના સમયમાં પૂર્ણ થયું. આ મકબરોમાં મહાબત ખાન બીજાની કબર સ્થિત છે. હાલ આ સ્મારકને ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો તથા અવશેષો અધિનિયમ, 1965 હેઠળ રાજ્ય દ્વારા સુરક્ષિત વારસા સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે. ( Credits: Getty Images )

ઉત્તર તરફ સ્થિત મકબરા નવાબ મહાબત ખાન બીજાના વજીર (મંત્રી) શેખ બહાઉદ્દીન હુસૈન દ્વારા 1891થી 1896ની વચ્ચે તેમના પોતાના ફંડથી બાંધવામાં આવ્યા હતા. આ મકબરાને સામાન્ય રીતે બહાઉદ્દીન મકબરા અથવા વજીરના મકબરા તરીકે ઓળખવામાં આવે છે. (Credits: - Wikipedia)

આ મકબરા તેમના અનોખા આર્કિટેક્ચર માટે પ્રસિદ્ધ છે, જેમાં ઇન્ડો-ઇસ્લામિક, ગોથિક અને યુરોપિયન શૈલીઓનું સંયોજન જોવા મળે છે. મકબરાના આંતરિક અને બાહ્ય ભાગમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે, જેમાં પીળા છાંટવાળા આછા ભૂખરા રંગની કમાન પણ સમાવિષ્ટ છે. ( Credits: Getty Images )

મકબરામાં ડુંગળીના આકારનો ગુંબજ, ફ્રેંચ બારીઓ, શિલ્પકામ, માર્બલ ટ્રેસરી વર્ક, માર્બલના કોલમ અને જાળી, તેમજ ચાંદીના દરવાજા જોવા મળે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) ( Credits: Getty Images )
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
