જમ્મુ અને કાશ્મીર: શોપિયામાં 3 લશ્કર-એ-તોઇબા આતંકવાદીઓ માર્યા ગયા
શોપિયા જિલ્લાના હીરપોરા પી.એસ.ના નબજી ખાતે 13 મે, 2025ના રોજ થયેલ એન્કાઉન્ટરમાં જવાનોએ ગુપ્ત માહિતીના આધારે 03 લશ્કર-એ-તોઇબા આતંકવાદીઓને ઠાર માર્યા છે.

આ ઘટનામાં મોહમ્મદ યુસુફ કુટ્ટયના પુત્ર શાહિદ કુટ્ટયને ઢેર કરવામાં આવ્યો હતો. તે છોટીપોરા હીરપોરા, શોપિયાનો નિવાસી હતો અને તે એલઈટી, કેટ-એમાં 08 માર્ચ, 2023ના રોજ જોડાયો હતો. ( આ સ્ટોરીમાં દર્શાવેલા ફોટા તમને ભારે વિચલિત કરી શકે છે. નબળા મનના લોકો અને પોચા હ્રદયના લોકોએ આ સ્ટોરીના હવે પછીના ફોટા ના જોવા માટે સલાહ આપવામાં આવે છે.)

આ નરાધમ 08 એપ્રિલ, 2024ના રોજ ડેનિશ રિસોર્ટમાં ગોળીબારની ઘટનામાં સામેલ હતો, જેમાં બે જર્મન પ્રવાસીઓ અને એક ડ્રાઇવર ઘાયલ થયા હતા. આ સિવાય 18 મે, 2024ના રોજ શોપિયાના હીરપોરા ખાતે ભાજપ સરપંચની હત્યામાં પણ તે સંડોવાયેલો હતો.

આ સિવાય 18 મે, 2024ના રોજ શોપિયાના હીરપોરા ખાતે ભાજપ સરપંચની હત્યામાં પણ તે સંડોવાયેલો હતો.

આ ઘટનામાં 01 આતંકવાદી કોણ છે, તેનો ખુલાસો હજુ થયો નથી. જો કે, અન્ય 02 આતંકવાદીઓમાંથી એક શાહિદ કુટ્ટય અને બીજો અદનાન શફી ડાર છે.

મોહમ્મદ શફી ડારનો પુત્ર અદનાન શફી ડાર વંડુના મેલહોરા, શોપિયાનો નિવાસી હતો. તે એલઈટી, કેટ-સીમાં 18 ઓક્ટોબર, 2024ના રોજ જોડાયો હતો. 18 ઓક્ટોબર, 2024ના રોજ શોપિયાના વાચી ખાતે નોન લોકલ મજૂરની હત્યામાં તે સંડોવાયેલો હતો.
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.
