Travel Tips : IRCTCના આ ટેમ્પલ ટુર પેકેજમાં માતા-પિતાને પ્રવાસ કરાવો
IRCTC ટૂર પેકેજોમાં, મુસાફરીનું આયોજન અગાઉથી કરવામાં આવે છે. તેથી, તમને અગાઉથી ખબર પડી જાય છે કે તમને કયા મંદિરોની મુલાકાત લેવાની તક મળશે. ટૂર પેકેજો પરિવાર સાથે મુસાફરી યાદગાર બનશે. કારણ કે તેમાં મુસાફરી, ભોજન અને રહેવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

IRCTC ટૂર પેકેજ દ્વારા મુસાફરી કરવી પણ વધુ સુરક્ષિત છે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને બાળકો ધરાવતા પરિવારો માટે. જો તમે આ પેકેજો દ્વારા દર્શન કરવા જાઓ છો, તો તમારે મંદિરની આસપાસ હોટેલ શોધવાની જરૂર નથી. IRCTCના આ પેકેજ વિશે વધુ માહિતી જાણીએ.

કાઠિયાવાડના પશ્ચિમ છેડે આવેલું દ્વારકા ભારતના સૌથી પવિત્ર સ્થળોમાનું એક છે.તમે માતા-પિતા માટે આ પેકેજ બુક કરી શકો છો.આ ટુર પેકેજની શરુઆત રાજકોટથી શરુ થશે.

રાજકોટથી તમને દ્વારકા લઈ જવામાં આવશે.સવારે રાજકોટ રેલ્વે સ્ટેશન/એરપોર્ટ/બસ સ્ટેન્ડથી પિક-અપ કરવામાં આવશે. દ્વારકા પહોંચ્યા પછી હોટેલમાં ચેક-ઇન, ફ્રેશ થઈ અને આરામ કરી. સાંજે દ્વારકાધીશ મંદિર અને ગોમતી ઘાટની મુલાકાત. રાત્રિભોજન અને રાત્રિ રોકાણ હોટેલમાં આપવામાં આવશે.

દ્વારકાધિશના દર્શન કર્યા બાદ બીજા દિવસે નાગેશ્વર મંદિરના દર્શને લઈ જવામાં આવશે.વહેલી સવારે દ્વારકાધીશ મંદિરની આરતીના દર્શન કર્યા પછી નાસ્તો માટે હોટેલ પર પાછા ફરી. હોટેલમાંથી નાગેશ્વર દર્શન માટે ચેક-આઉટ કરવાનું રહેશે. નાગેશ્વર દર્શન કર્યા પછી, સોમનાથ જવાનું રહેશે. આ દરમિયાન રસ્તામાં, પોરબંદરમાં કીર્તિ મંદિર ( ગાંધીનું જન્મસ્થળ) અને સુદામા મંદિરની મુલાકાત કરાવવામાં આવશે. સોમનાથ બીચ, સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ મંદિર અને સોમનાથ મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોની મુલાકાત લેવામાં આવશે. સોમનાથમાં રાત્રિભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે.

નાસ્તા પાણી કર્યા પછી હોટેલમાંથી ચેક-આઉટ કરી ત્રિવેણી સંગમ (ત્રણ નદીઓનું સંગમ સ્થળ) ના દર્શન કર્યા પછી ભાલકા તીર્થ મંદિર અને ગીતા મંદિર સાસણ ગીર માટે જવા રવાના થવાનું. સાંજે જંગલ સફારી કરી રાત્રિભોજન અને રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

IRCTCના આ ટૂર પેકેજનું નામ TEMPLE TOUR WITH GIR NATIONAL PARK EX RAJKOT (WAH10) છે. આ ટુર પેકેજમાં તમને 3 રાત્ર અને 4 દિવસ ફરવાની તક મળશે. આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ ગુજરાતમાં છે.

વહેલી સવારે નાસ્તો કર્યા પછી રાજકોટ આવવા નીકળવાનું રહેશે . તમને જણાવી દઈએ કે, જો તમે તમારા માતા-પિતાને મંદિર ટુરના આ પેકેજમાં લઈ જવા માંગો છો. તો વધુ માહિતી માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































