IRCTC Tour Package : IRCTC લાવી રહ્યું છે હરિદ્વાર ઋષિકેશનું ટૂર પેકેજ, એક સેલેરીમાં આખું ઘર આ પેકજ ફરી આવશે
IRCTCના આ ટૂર પેકેજ (IRCTC Tour Packages)માં, જો તમે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 15300 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, જો તમે કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 27200 રૂપિયા ચૂકવવા પડશે.


IRCTCએ ભક્તો માટે મથુરા, હરિદ્વાર, અમૃતસર, ઋષિકેશ અને વૈષ્ણોદેવી ટૂર પેકેજ લાવ્યું છે. આ ટૂર પેકેજ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજમાં મુસાફરોને મથુરામાં ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવા માટે લઈ જવામાં આવશે.

IRCTCના આ ટૂર પેકેજમાં મુસાફરોને રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. ચાલો IRCTCના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણીએ.આઈઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ ઉત્તર ભારત દેવભુમિ યાત્રા છે. (Photo : wikipedia)

યાત્રિકો 9 દિવસમાં હરિદ્વાર,ઋષિકેશ, અમૃતસર, મથુરા અને વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છો. આ ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે. આ પેકેજની શરુઆત પુણેથી થશે.ટૂર પેકેજમાં બોર્ડિંગ અને ડીબોર્ડિંગ પુણે, લોનાવાલા, કર્જત, વસઈ રોડ, વાપી, સુરત અને વડોદરામાં થશે. IRCTCના આ ટૂર પેકેજનું ભાડું પણ સસ્તું છે.(Photo : wikipedia)

આ ટુર પેકેજમાં જો તમે ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિને 15300 ભાડું ચુકવવું પડશે. કંફર્ટ ક્લાસમાં પ્રવાસ કરવા પર તમને પ્રતિ વ્યક્તિ 27200 રુપિયા ચુકવવા પડશે. જો તમે આ ટુર પેકજનો લાભ ડિલેક્સમાં લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 32,900 રુપિયા આપવા પડશે. (Photo : wikipedia)

આ ટૂર પેકેજમાં હરિદ્વારમાં હર કી પૌડી અને ગંગા ઘાટ પર પ્રવાસ કરાવવામાં આવશે. અમૃતસરમાં સુવર્ણ મંદિર, અટારી અને વાઘા બોર્ડરની મુલાકાત લેવામાં આવશે. પ્રવાસીઓ કટરામાં મા વૈષ્ણો દેવીના દર્શન કરશે અને મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની મુલાકાત લેશે. પ્રવાસીઓ આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરાવી શકે છે. (Photo : wikipedia)
Latest News Updates






































































