IRCTC Tour Packages : વેકેશનમાં પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવો છો? તિરુપતિથી કન્યાકુમારીના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા થઈ જાઓ તૈયાર
જો તમે એપ્રિલ મહિનામાં દક્ષિણના મંદિરોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. તમને મળશે ભારત ગૌરવ ટ્રેન સાથે યાત્રા કરવાની તક.


પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, IRCTC દેશ અને વિદેશમાં સમયાંતરે ટુર પેકેજો લોન્ચ કરવાનું ચાલુ રાખે છે. આ પેકેજો હેઠળ, તમે અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશો. સાથે તમે દક્ષિણના અનેક સ્થાનો ફરવાની તક મળશે.10 રાત્ર અને 11 દિવસના આ પેકેજની શરુઆત 30 એપ્રિલના રોજ થી થશે. જો તમે આ પેકેજ હેઠળ બુકિંગ કરાવો છો તો તમારે ગોરખપુરથી ટ્રેન પકવી પડશે.

આઈઆરસીટીસીના જણાવ્યા મુજબ આ યાત્રા દરમિયાન તમને મલિક્કાર્જુન જ્યોતિલિંગ, તિરુપતિ બાલાજી મંદિર,મીનાક્ષી મંદિર, રામનાથ સ્વામી મંદિર ફરવાની તક મળશે. 30 એપ્રિલથી શરુ થયેલી આ યાત્રા 10 મે ના રોજ પૂર્ણ થશે. આ પેકેજ હેઠળ તમને કન્યાકુમારી, તિરુપતિ, રામેશ્વરના ધાર્મિક સ્થળોના દર્શન કરવાની તક મળશે.

જો તમે આ પેકેજ બુક કરાવો છો તો તમને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વ્યવસ્થા આઈઆરસીટીસી દ્વારા કરી આપવામાં ર્આવશે. તેમજ આ પેકેજ હેઠળ તમને મુસાફરી વીમો પણ સામેલ છે.

આ પેકેજમાં તમને 3 ઓપ્શન આપવામાં આવશે. કંફર્ટ, સ્ટેડર્ડ અને ઈકોનોમી ક્લાસ, જો તમે કંફર્ટ ક્લાસમાં ટિકિટ બુક કરાવો છો તો તમને 2એસી યાત્રા કરવાની તક મળશે. તેમજ સ્ટેડર્ડમાં બુક કરાવો છો તો તમને થર્ડ એસીમાં મુસાફરી કરવાની તક મળશે. ઈકોનોમીમાં તમને સ્લીપર કોચથી મુસાફરી કરવાની તક મળશે.

કમ્ફર્ટ ક્લાસમાં બે કે ત્રણ લોકોનું બુકિંગ કરાવવા માટે તમારે પ્રતિ વ્યક્તિ 47033 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે, જો કોઈ બાળક તમારી સાથે મુસાફરી કરી રહ્યું છે, તો તમારે 45,300 રૂપિયા વધુ ચૂકવવા પડશે. સ્ટાન્ડર્ડ ક્લાસમાં બુકિંગ કરાવવા માટે તમારે બેથી ત્રણ લોકોના બુકિંગ માટે વ્યક્તિ દીઠ 35408 રૂપિયા ખર્ચવા પડશે આ પેકેજ તમે બુક કરાવવા માંગો છો તો તમારે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ ઓનલાઈન બુક કરાવી શકો છો.

































































