IRCTC Tour Package : મિત્રો સાથે થાઈલેન્ડ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, ઓછા રૂપિયામાં ફરો બેંગકોક અને પટ્ટાયા સાથે ઈન્શોયરન્સની સુવિધા મળશે
જો તમે ઓક્ટોબર મહિનામાં મિત્રો કે પરિવાર સાથે ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. જેમાં તમે અહીંના સુંદર સ્થળોની મુલાકાત લઈ શકશો. પેકેજ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો તેમજ તમે કેવી રીતે બુક કરી શકો છો તે જાણો

વેકેશનની સિઝન શરૂ થઈ ગઈ છે. દશેરા, દિવાળી, નવું વર્ષ આવા બધા તહેવારો આવશે. જ્યારે લોકો પરિવાર અને મિત્રો સાથે ફરવાનું પ્લાન કરે છે, તેથી જો તમે પણ આવનારી રજાઓમાં ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે થાઈલેન્ડ ફરવા જઈ શકો છો. IRCTC તમારા માટે અદ્ભુત ટૂર પેકેજ લાવ્યું છે, જાણો સંપૂર્ણ વિગતો.

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે થાઈલેન્ડના સુંદર દ્રશ્યો જોવા માંગતા હોવ તો તમે IRCTCના આ શાનદાર ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. (photo : indianholiday.com)

આ ટુર પેકેજનું નામ EXOTIC THAILAND EX JAIPUR છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. આ પેકેજમાં ફ્લાઈટ દ્વારા જઈ શકો છો. આ પેકેજમાં બેંગકોક, અને પટાયાના સ્થળો આવરી લેવામાં આવશે.(photo : indianholiday.com)

આ પેકેજમાં તમને ફ્લાઈટ ટિકિટની આવવા-જવાની સુવિધા મળશે. તેમજ રહેવા માટે હોટલની સુવિધા મળશે. આ ટુર પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા પણ તમને મળશે. તેમજ સાથે Travel Insuranceની પણ સુવિધા મળશે. (photo : traveltriangle.com)

જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 61,995 રૂપિયા ચૂકવવા પડશે.બે લોકોએ પ્રતિ વ્યક્તિ 54,860 રૂપિયાની ફી ચૂકવવી પડશે.ત્રણ લોકોએ 54,860 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે. બાળકો માટે તમારે અલગ ફી ચૂકવવી પડશે. 50,965 બેડ સાથે (5-11 વર્ષ) અને બેડ વગર રૂ. 46,290. (photo :telegraphindia.com)