Railway Rules : ટ્રેનમાં Upper Berth માં મુસાફરી કરતાં હોવ તો આ નિયમ જાણી લેજો, થશે ફાયદો
ટ્રેનમાં Upper Berth ના મુસાફરો Lower Berth નો ઉપયોગ કરી શકે છે કે નહીં આ વાતને લઈ ઘણી મુંજવણ છે. ત્યારે અહીં આ વાતની સ્પષ્ટતા આપવામાં આવી છે.

દિવસના સમય દરમિયાન સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી side upper બર્થ પર બેઠેલો પ્રવાસી side lower બર્થ પર બેસી શકે છે. રાત્રે 10 વાગ્યા પછીથી સવારે 6 વાગ્યા સુધી આ પ્રકારની બેઠકની મંજૂરી નથી, કારણ કે આ સમય ઊંઘનો છે અને તમામ પ્રવાસીઓ પોતાની-પોતાની બર્થ પર સુઇ રહે છે.

દિવસના સમયે, જો side lower પર કોઈ RAC (Reservation Against Cancellation) મુસાફર ન હોય, તો side upper બર્થના પ્રવાસી side lower બર્થ પર બેસી શકે છે. નીચે બેસેલા મુસાફરે પણ side upper બર્થ પર બેઠેલા મુસાફરને પોતાની બર્થ પર બેસવા માટે મંજૂરી આપવી પડે છે.

રાત્રે, તમામ મુસાફરોને પોતાની બર્થ પર ઊંઘવાની મંજૂરી મળે છે. તેથી, રાત્રિ સમયે side upper બર્થ પર બેઠેલો મુસાફર side lower બર્થ પર બેસી શકે નહીં.

દિવસ દરમ્યાન જો કોઈ મુસાફરે નીચે બર્થ પર બેઠેલા મુસાફરને બેસવા ન દે, તો તમે ટ્રેન ટિકિટ ઇન્સ્પેક્ટર (TTE) અથવા રેલવે પોલીસમાં ફરિયાદ કરી શકો છો.

મુસાફરી ચાર્ટર હેઠળ ફરિયાદ દાખલ કરીને તમારી સમસ્યાનું નિરાકરણ મેળવવા માટે અધિકારીની મદદ મેળવી શકાય છે.
ટ્રેનમાં પાણી હવે સસ્તું મળશે, રેલ નીરની બોટલના ભાવ ઘટ્યા, જાણો નવી કિંમત
