Poicha Nilakantha Dham : પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન, પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન
ગુજરાતમાં ઘણા ફરવાના સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે સસ્તામાં ટ્રીપ કેવી રીતે પુરી શકાય. અમે તમને આજે વડોદરાની બાજુમાં આવેલા નિલકંઠ ધામ (પોઈચા) ટ્રેન દ્વારા કંઈ રીતે પહોંચવું એ જણાવશું.

પોરબંદરથી ટ્રેન નંબર 19016 – Saurashtra Express ચાલે છે. તેનો આખો રુટ પોરબંદરથી લઈને દાદર અને મુંબઈ સેન્ટ્રલ સુધીનો છે. આ ટ્રેન 35થી પણ વધારે સ્ટોપેજ લે છે.

આ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના બધા વારે ચાલે છે. એટલે તમે કોઈ પણ દિવસે આ ટ્રેનનો લાભ ઉઠાવી શકો છો. સૌરાષ્ટ્રવાળા લોકો માટે આ પોઈચા નાનકડી ટ્રીપ જેવું બેસ્ટ સ્થળ છે.

પોરબંદરથી આ ટ્રેન 22:40એ ઉપડે છે. જામનગર 00:47 મિનિટે પહોંચે છે તેમજ રાજકોટ આ ટ્રેન 02:42 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન વાંકાનેર 03:57 કલાકે પહોંચે છે. અમદાવાદ આ ટ્રેન 07:25 વાગ્યે પહોંચાડે છે.

આ ટ્રેન વચ્ચે આવતા દરેક નાના મોટાં સીટીને જોડે છે. એટલે કે ભાણવડ, થાન, વિરમગામ, સાણંદ, ચાંદલોડિયા, સાબરમતી, મણિનગર, મહેમદાવાદ, ખેડા, કંજરી બોરિયાવી, આણંદ, વાસદ જેવા સ્ટેશનો પણ લે છે.

પોઈચા જવા માટે વડોદરા સુધી તમારે આ ટ્રેનમાં મુસાફરી કરવાની રહેશે. વડોદરાથી પોઈચા નિલકંઠ ધામ 26થી 27 કિમી જેટલું થાય છે. તમે વડોદરાથી પ્રાઈવેટ વાહન અથવા બસ દ્વારા ત્યાં પહોંચી શકો છો.

































































