G20 સમિટની યજમાની માટે દિલ્હીને શણગારવામાં આવ્યું, નટરાજની પ્રતિમાથી લઈને શેરીઓમાં કરવામાં આવેલા ચિત્રો સુધી જોવા મળી ભારતની ઝલક, જુઓ PHOTOS
દેશની રાજધાની દિલ્હીને G-20 સમિટની યજમાની માટે શણગારવામાં આવી છે. ભારત મંડપમમાં નટરાજની પ્રતિમાથી લઈને શેરીઓમાં કરવામાં આવેલા ચિત્રોમાં દેશની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક સહિત વિશ્વભરના અનેક રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (6 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે G-20 સમિટની મુખ્ય બેઠકોનું આયોજન કરનાર ભારત મંડપમમાં સ્થાપિત નટરાજની પ્રતિમા ભારતની વર્ષો જૂની કલાત્મકતા અને પરંપરાઓની સાક્ષી છે.

G-20 સમિટ 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ભારત મંડપમ ખાતે યોજાશે.

પીએમ મોદી બુધવારે ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સની પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા, જેમાં પ્રતિમા વિશે કહેવામાં આવ્યું હતું કે તે અષ્ટધાતુથી બનેલી છે. પીએમ મોદીએ કહ્યું, "ભારત મંડપમમાં ભવ્ય નટરાજની પ્રતિમા આપણા સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓને જીવંત બનાવે છે."

PM મોદીએ કહ્યું, "જેમ જેમ વિશ્વ G-20 સમિટ માટે એકત્ર થશે, તે ભારતની સદીઓ જૂની કલાત્મકતા અને પરંપરાઓનું સાક્ષી બનશે."

ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "27 ફૂટ ઉંચી, 18 ટનની પ્રતિમા અષ્ટધાતુની બનેલી સૌથી ઊંચી પ્રતિમા છે અને તેને પ્રખ્યાત શિલ્પકાર રાધાકૃષ્ણન સ્થાનપતિ અને તમિલનાડુના સ્વામી મલાઈના તેમની ટીમ દ્વારા બ્નવવામાં આવી હતી.

ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સે જણાવ્યું કે રાધાકૃષ્ણનની 34 પેઢીઓ ચોલ સામ્રાજ્યના સમયથી શિલ્પો બનાવી રહી છે. કોસ્મિક એનર્જી, સર્જનાત્મકતા અને શક્તિના મહત્વપૂર્ણ પ્રતીક નટરાજની આ પ્રતિમા G-20 સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે.

G-20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ઘણી જગ્યાએ પેઇન્ટિંગ પણ કરવામાં આવી છે. આ પેઇન્ટિંગ દિલ્હીના નિઝામુદ્દીન પાસે બનાવવામાં આવ્યું છે જેમાં ચંદ્રયાન-3 મિશન દર્શાવવામાં આવ્યું છે.

ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ સત્તાવાર રીતે ઇન્ડોનેશિયા પાસેથી G-20નું અધ્યક્ષપદ સંભાળ્યું. G-20ની તૈયારીમાં ભારત મંડપમમાં રંગબેરંગી ફુવારો લગાવવામાં આવ્યો છે.

આ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક સહિત વિશ્વભરના અનેક રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે. કોન્ફરન્સ પહેલા IGI એરપોર્ટ પાસે સિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદી 10 સપ્ટેમ્બરે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાને G-20 પ્રમુખપદની બાગડોર સોંપશે. બ્રાઝિલ 1 ડિસેમ્બરે ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ સંભાળશે. G-20 જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, યુએસ અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.
Latest News Updates



























































