AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: 10 લાખનો દંડ અને 7 મહિનાની જેલ! ITR ને લગતી આટલી માહિતી નહીં આપો તો તમે કામથી ગયા

આ વખતે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ આજની એટલે કે 15 સપ્ટેમ્બરની છે. હવે આશ્ચર્યજનક વાત એ છે કે, હજુ પણ 1 કરોડથી વધુ ટેક્સપેયર્સે ITR ફાઇલ કર્યું નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, ITR ભરતી વખતે ઘણી માહિતી આપવી જરૂરી છે.

| Updated on: Sep 15, 2025 | 2:42 PM
Share
ITR ફાઇલિંગની છેલ્લી તારીખ આજની એટલે કે 15 સપ્ટેમ્બર છે અને એમાંય હવે થોડા કલાકો જ બાકી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે. વધુમાં, જો તમે ITR ભરતી વખતે જણાવેલ માહિતી નહીં આપો તો તમારું ITR રદ થઈ શકે છે. ITR રદ થશે તેનો અર્થ એ કે, તમે ITR ભર્યું જ નથી.

1 / 9
1. શેડ્યૂલ FA (વિદેશી સંપત્તિ): જે લોકો ભારતમાં રહે છે અને વિદેશમાં મિલકત ધરાવે છે, તેમણે 'શેડ્યૂલ FA' ભરવું પડશે. આમાં તમારે વિદેશમાં રાખેલ બેંક એકાઉન્ટ, શેર, વીમો, મિલકત અને અન્ય સંપત્તિઓ વિશેની માહિતી આપવી પડશે. જો તમે આ માહિતી નહીં આપો, તો તમારે 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે અને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. જો કે, જો તમારી વિદેશમાં સંપત્તિ (મિલકત સિવાય) 20 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તમને દંડ કે જેલ થશે નહીં.

2 / 9
2. શેડ્યૂલ FSI (વિદેશી આવક): જો વિદેશમાંથી કોઈ આવક થતી હોય, તો તમારે તેની માહિતી 'શેડ્યૂલ FSI' માં આપવી પડશે. તમારે જણાવવું પડશે કે, તમને કયા દેશમાંથી કેટલી આવક મળી અને તમે તેના પર કેટલો ટેક્સ ચૂકવ્યો. જો તમે આ માહિતી નહીં આપો, તો તમને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.

3 / 9
3. શેડ્યૂલ VDA (ક્રિપ્ટો/NFTs): જો તમે ક્રિપ્ટો કરન્સી અથવા NFTs માં લેવડ-દેવડ કરો છો, તો તમારે શેડ્યૂલ VDA માં તેના વિશે માહિતી આપવી પડશે. તમારે જણાવવું પડશે કે, તમે ક્રિપ્ટો કરન્સી કે NFT ક્યારે ખરીદ્યા, ક્યારે વેચ્યા, કેટલામાં વેચ્યા અને કેટલામાં ખરીદ્યા. તમે તમારી આવકમાંથી ક્રિપ્ટો કરન્સી અને NFT માંથી થતા નુકસાનને બાદ કરી શકતા નથી. મળતી માહિતી મુજબ, ભારતમાં 9 કરોડથી વધુ લોકો પાસે ક્રિપ્ટો એસેટ છે.

4 / 9
4. અનલિસ્ટેડ ઇક્વિટી શેર: જો તમારી પાસે એવી કંપનીના શેર છે કે, જે શેરબજારમાં લિસ્ટેડ નથી, તો તમારે તેની માહિતી આપવી પડશે. તમારે જણાવવું પડશે કે તમે શેર ક્યારે ખરીદ્યા, ક્યારે વેચ્યા, કેટલા શેર ખરીદ્યા અને કેટલામાં ખરીદ્યા. જો તમે ITR માં જણાવો કે તમારી પાસે અનલિસ્ટેડ ઇક્વિટી શેર છે, તો તમારે આ માહિતી આપવી પડશે.

5 / 9
 5. ડિરેક્ટરશિપ માહિતી: જો તમે કોઈ કંપનીના ડિરેક્ટર છો, તો તમારે તેની માહિતી આપવી પડશે. તમારે તમારો 'ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર' (DIN), કંપનીનું નામ, PAN નંબર અને કંપની લિસ્ટેડ છે કે નહીં તે જણાવવું પડશે. તમારે કંપનીને લગતી બધી માહિતી આપવી પડશે.

6 / 9
6. શેડ્યૂલ AL (Assets and Liabilities): જો તમારી કુલ આવક 1 કરોડ રૂપિયાથી વધુ હોય, તો તમારે તમારી Assets અને Liabilities વિશે માહિતી આપવી પડશે. તમારે જણાવવું પડશે કે, તમારી પાસે કેટલી મિલકત છે, તમારી પાસે કેટલા ઘરેણાં છે, તમારી પાસે કેટલા વાહનો છે, તમારી પાસે કેટલા શેર છે, તમારી પાસે કેટલી રોકડ છે, તમે કેટલી લોન લીધી છે અને તમારે કેટલી લોન ચૂકવવાની છે. ધ્યાન રાખવું કે, તમારી એસેટ્સ-લાયાબિલિટીને લગતી માહિતી કેપિટલ ગેઈન અને પોર્ટફોલિયો સ્ટેટમેન્ટ સાથે મેળ ખાય છે.

7 / 9
7. શેડ્યૂલ IF (ફર્મમાં ભાગીદાર): જો તમે કોઈ ફર્મમાં ભાગીદાર છો, તો તમારે તેની માહિતી આપવી પડશે. તમારે ફર્મનું નામ, PAN નંબર, સ્ટેટ્સ, તમારા શેર અને તમને મળતી સેલેરી અથવા વ્યાજ વિશે માહિતી આપવી પડશે. તમારે ખાતરી કરવી પડશે કે, તમારી માહિતી ફર્મના ITR-5 સાથે મેળ ખાય છે.

8 / 9
8. બેંક ખાતું અને વેરિફિકેશન: રિફંડ મેળવવા માટે તમારે તમારા બેંક ખાતાને પહેલેથી વેરિફાઇ કરવું પડશે. ધ્યાન રાખો કે, તમારો IFSC કોડ અને બેંક એકાઉન્ટને લગતી બીજી માહિતી સાચી હોય. તમારે ITR ફાઇલ કર્યાના 30 દિવસની અંદર જ તેને ઈ-વેરિફાઇ કરવું પડશે.

9 / 9

“ટેક્સ માસ્ટર” એ સામાન્ય રીતે તે વ્યાવસાયિક, વ્યાખ્યાયિત કે વ્યવસાયિક વ્યક્તિ છે, જે વિવિધ પ્રકારના કરવેરા અંગે લોકોને માર્ગદર્શન આપે છે. ટેક્સને લગતા તમામ લેખ વાંચવા માટે હમણાં જ અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">