AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો કામના સમાચાર, જાણો દેશની 3 મોટી બેંકે નિયમોમાં શું ફેરફાર કર્યા

ત્રણ બેંકે ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડ માટેના આ નવા નિયમ માર્ચ અને એપ્રિલ મહિનામાં લાગુ થશે, જેની સીધી અસર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો પર પડશે.

| Updated on: Mar 04, 2024 | 6:15 PM
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક અને ICICI બેંકે ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડ માટેના આ નવા નિયમ માર્ચ અને એપ્રિલ મહિનામાં લાગુ થશે, જેની સીધી અસર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો પર પડશે.

1 / 5
એક્સિસ બેંક : દરેક રેન્ટલ ટ્રાન્ઝેક્શન પર 1 ટકા સરચાર્જ લેવામાં આવશે અને તેની મર્યાદા 1500 રૂપિયા રહેશે. વિદેશમાં ભારતીય કરન્સીમાં થનારા એવા ટ્રાન્સેકશન જ્યાં ભારતીય વેપારી ભાગીદાર વિદેશમાં નોંધાયેલ છે. આવા વ્યવહારો પર ડાયનેમિક કરન્સી કન્વર્ઝન માર્કઅપ ફી ચૂકવવાની રહેશે. આ ફેરફારો આજથી એટલે કે 4 માર્ચથી લાગુ થશે.

2 / 5
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા : બેંક દ્વારા મિનિમમ ડ્યૂની ગણતરીમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે મિનિમમ ડ્યૂ રકમ GST + EMI રકમ + 100 ટકા ફી + 5 ટકા ફાઈનાન્સ ચાર્જ + છૂટક ખર્ચ + ઓવરલિમિટ રકમ જ મિનિમમ ડ્યૂ રકમ રહેશે. જે ગ્રાહકોએ ચૂકવવા પડશે. આ નિયમ 15 માર્ચથી લાગુ થશે.

3 / 5
ICICI બેંક : ક્રેડિટ કાર્ડ દ્વારા 35,000 રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવશે તો જ ગ્રાહકોને કોમ્પ્લીમેન્ટરી લાઉન્જ એક્સેસ મળશે. આટલી રકમનો ખર્ચ 1 ક્વાર્ટર દરમિયાન થવો જરૂરી છે. જો આ રકમનો ખર્ચ નથી થતો તો કોમ્પ્લિમેન્ટરી લાઉન્જ એક્સેસનો લાભ મળશે નહીં.

4 / 5
આ પહેલા HDFC બેંકે પણ રિગેલિયા અને મિલેનિયા ક્રેડિટ કાર્ડ પર એરપોર્ટ લાઉન્જ એક્સેસ મર્યાદિત કરી હતી. ક્રેડિટ કાર્ડ પર 1 લાખ રૂપિયા કે તેથી વધારે ખર્ચ કરવા પર એક ક્વાર્ટરમાં 2 ફ્રી લાઉન્જ એક્સેસ મળશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">