UPSC Result : IAS ટિના ડાબીની બહેન રિયા ડાબીએ UPSCમાં 15 મો રેન્ક મેળવ્યો, જાણો રિયા ડાબી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

IAS ટીના ડાબીની બહેન રિયા ડાબીએ UPSC સિવિલ પરીક્ષામાં 15 મો રેન્ક મેળવ્યો છે. જાણો કોણ છે રિયા ડાબી અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો ...

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 2:58 PM
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષા 2020 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. સિવિલ સર્વિસના પરિણામ બાદ એક નામ સૌથી વધુ ચર્ચામાં છે અને તે છે રિયા ડાબી. આ પરીક્ષામાં રિયા ડાબીએ 15 મો રેન્ક મેળવ્યો છે. ત્યારે જાણો કે શા માટે રિયાના નામની ચર્ચા થઈ રહી છે ?

1 / 6
રિયા ડાબીએ જાન્યુઆરી 2021 માં યોજાયેલી લેખિત પરીક્ષા અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2021 વચ્ચે યોજાયેલી પર્સનાલિટી ટેસ્ટના આધારે જાહેર થયેલા અંતિમ પરિણામોમાં 15 મો ક્રમ મેળવ્યો છે.

2 / 6
રિયા ડાબી ચર્ચામાં આવવાનું મહત્વનું કારણ તેની બહેન ટીના ડાબી છે. ટીના ડાબી હાલમાં રાજસ્થાનમાં IAS છે અને 2015 ની UPSC પરીક્ષામાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ટીના જયપુરની રહેવાસી છે.

3 / 6
રિયા ડાબી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 40 હજાર ફોલોઅર્સ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર આપેલા તેના બાયો પરથી તે જાણી શકાય છે કે રિયા હાલમાં દિલ્હીમાં રહે છે.

4 / 6
રિયાએ દિલ્હીની કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ઉપરાંત તેણે કોલેજનો અભ્યાસ લેડી શ્રી રામ કોલેજમાંથી કર્યો છે.

5 / 6
આ સિવાય રિયા એક આર્ટિસ્ટ છે અને તેને વાંચનનો ખૂબ શોખ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની પેન્ટિંગની ઘણી તસવીર શેર કરી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">